મેગા આઇપીઓ એનએસઇની આતૂરતાથી રાહ જોવાઇ રહી છે, દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ આઇપીઓની યોજનામાં ફેરફાર કરી રહી છે. જેમાં આઇપીઓનું કદ ઘટાડ્યું છે. અગાઉ રૂ. 30000 કરોડના આઇપીઓનું આયોજન કરાયું હતુ, જે ઘટાડીને 23000 કરોડ રૂપિયાની આસપાસ લાવવામાં આવશે. જેનો અર્થ એ છે કે તે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના આઇપીઓનો રેકોર્ડ તોડી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, એનએસઇનો આઇપીઓ સંપુર્ણ ઓફર ફોર સેલ છે, જેનાથી એક્સચેન્જને એકપણ રૂપિયો મળવાનો નથી, જેમાં જુના શેરહોલ્ડરોના શેર વેચવામાં આવશે. હાલમાં એનએસઇની સામેના પડકારમાં વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે, તેથી મેગા આઇપીઓમાં રોકાણ સામે સવાલ ઉભો થઇ રહ્યો છે, આ ઉપરાંત, જો ઉંચા ભાવે આઇપીઓ લાવે તો રોકાણકારો અળગા રહે તેવી સંભાવના વધી જાય છે. નિષ્ણાતો કહે છે કે, એનએસઇ 2000 રૂપિયાથી વધુનો આઇપીઓ પ્રાઇઝ રાખવામાં આવશે તો આ આઇપીઓથી રોકાણકારો અળગા રહી શકે છે. જેથી એનએસઇએ આઇપીઓ પ્રાઇઝ 1800 રૂપિયાથી નીચે રાખવો પડશે, તો રોકાણકારોને આકર્ષી શકશે. બીજી તરફ, મોટો આઇપીઓ ભરાવા સામે પણ સવાલ હોવાથી આઇપીઓનું કદ ઘટાડવામાં આવી રહ્યો છે.
એનએસઇએ આઇપીઓનું કદ ઘટાડ્યું? આઇપીઓ પ્રાઇઝ રૂ. 1800ની નીચે રાખવાનો પ્રયાસ (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.