મુખ્ય  /  સમાચાર  /  હવે, હપ્તાથી સિલિન્ડર મળશે, શૂન્ય વ્યાજ રહેશે

હવે, હપ્તાથી સિલિન્ડર મળશે, શૂન્ય વ્યાજ રહેશે

ન્યૂઝ30 Oct 2026 · 4:20 PM 47 વ્યૂઝ

ઘરમાં રસોઇ માટે ગેસ સિલિન્ડર પુરૂં થઇ જાય અને તે સમયે ગેસ સિલિન્ડર રીફિલ કરવાના પૈસા ન હોય તો કોઇ વાંધો નહીં. હવે ગેસ સિલિન્ડર પણ હપ્તાથી ઉપલબ્ધ થઇ રહ્યો છે, તે પણ શૂન્ય વ્યાજ પર. દિવાળીના તહેવારો અને મોંઘવારીનો માર સામાન્ય ગરીબ પ્રજાને હાલાકીમાં મુકી દીધો છે, તેવા સમયે ગ્રાહકોને રાહત આપવા માટે ભારત ગેસ દ્વારા એલપીજી સિલિન્ડર રિફીલ કરવા માટે માટે રૂ. 600 સુધીની માઇક્રો લોનની સુવિધા આપી રહી છે. ભારત ગેસના જણાવ્યા અનુસાર ગ્રાહક સિલિન્ડરના રિફીલ માટે રૂ. 600 સુધીની માઇક્રો લોન લઇ શકે છે, જે દર અઠવાડિયે રૂ. 100નો હપ્તો ભરવાનો રહેશે. જોકે, લોનની રકમ ગ્રાહકની પાત્રતા અને લાગુ શરતો ઉપર આધારિત રહેશે. એટલે અરજી કરતા પહેલા એ સ્પષ્ટ કરી લો કે તમને કેટલી રકમ મળી શકે છે અને હપ્તાઓ કયારથી ચુકવવા પડશે અને ચુકવણીની પદ્ધતિ શું હશે. જો તમારી આવક મર્યાદિત છે, તો હપ્તાની રકમ તમારા જરૂરી ઘરેલું ખર્ચાઓને ધ્યાનમાં રાખીને જ નક્કી કરો.

હવે, હપ્તાથી સિલિન્ડર મળશે, શૂન્ય વ્યાજ રહેશે (ન્યૂઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા