મુખ્ય  /  સમાચાર  /  હવે, અમેરિકામાં પણ રેવડી કલ્ચર, ટ્રમ્પનું દરેક નાગરિકને 5000 ડોલરનું વચન

હવે, અમેરિકામાં પણ રેવડી કલ્ચર, ટ્રમ્પનું દરેક નાગરિકને 5000 ડોલરનું વચન

ટોપ સ્ટોરીઝ10 Sep 2026 · 12:27 PM 118 વ્યૂઝ

ભારતમાં ચૂંટણી આવે છે ત્યારે દરેક પક્ષો વચનો આપે છે અને મતદારોને ચોક્કસ રકમ આપવાના વાયદાઓ કરે છે, જેને રેવડી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે, હવે આ કલ્ચર અમેરિકામાં પણ શરૂ થઇ રહ્યું છે. ઇરાન યુદ્ધ અને ટેરિફ યુદ્ધથી ચોતરફી ફસાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસત્ર ચૂંટણી જીતવા માટે રેવડી આપવાનું વચન આપી રહ્યા છે, તેઓ કહે છે કે આ મીડટર્મ ચૂંટણી જીતશે તો દરેક અમેરિકાના નાગરિકને 5000 ડોલર આપવામાં આવશે. જોકે, આ પૈસા કયાંથી આવશે તે અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું નથી.

હવે, અમેરિકામાં પણ રેવડી કલ્ચર, ટ્રમ્પનું દરેક નાગરિકને 5000 ડોલરનું વચન (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા