મુખ્ય  /  સમાચાર  /  વિશ્વના ટોપ-10 અબજોપતિની યાદીમાંથી ભારતીય આઉટ

વિશ્વના ટોપ-10 અબજોપતિની યાદીમાંથી ભારતીય આઉટ

સમાચાર10 Sep 2026 · 12:45 PM 129 વ્યૂઝ

વિશ્વભરમાં અબજોપતિઓમાં ભારતીય ઉદ્યોગપતિઓની બાદબાકી થઇ છે. શેરબજારની ઉથલપાથલના કારણે ભારતીય ઉદ્યોગપતિઓને મોટું નુકશાન થયું છે, જેના કારણે તેઓની માર્કેટ કેપને મોટો ફટકો પડતા પોતાનું સ્થાન જાળવવામાં નિષ્ફળ ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર વૈશ્વિક ટોપ-10 સૌથી ધનિક વ્યક્તિઓની કલબમાં એકપણ ભારતીય સ્થાન મેળવી શક્યું નથી. જ્યારે આ અબજોપતિની યાદીમાં અમેરિકન ટેકનોલોજી અને વૈશ્વિક જાયન્ટના માલિકોનું એકચક્રી દબદબો યથાવત રહ્યો છે. ટોપ-10માં ફરી એકવાર ટેસ્લાના ઇલોન મસ્ક 341 અબજ ડોલરની નેટવર્થ સાથે નંબર વન રહ્ય હતા. તાજેતરમાં તેમની સંપત્તિમાં 37.5 અબજ ડોલરનો જંગી ઉછાળો થયો હતો, જે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારબાદ એમેઝોનના જેફ બેજોસ 214 અબજ ડોલર સાથે બીજા ક્રમનું સ્થાન ધરાવે છે. મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપના માલિક માર્ક ઝકરબર્ગ 208 અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, ટોપ-10 યાદીમાં અન્ય અબજોપતિમાં અનુક્રમે 195 અબજ ડોલરની નેટવર્થ સાથે ઓરેકલના સ્થાપક લેરી એલિસન, 172 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા લુઇ વિટન અને ડીઓરના બર્નાર્ડ આર્નોલ્ટ, 162 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસ, 152 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા આલ્ફાબેટના લેરી પેજ, 148 અબજ ડોલરની નેટવર્થ ધરાવાત બર્કશાયર હેથવેના સ્થાપક વોરેન બફેટ, 145 અબજ ડોલરની નેટવર્થ સાથે આલ્ફાબેટના સહસ્થાપક સર્ગેઇ બ્રિન અને 144 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા માઇક્રોસોફ્ટના પુર્વ સીઇઓ સ્ટીવ બાલ્મરનો સમાવેશ થાય છે. જોકે, આ તમામ અબજોપતિઓમાં અમેરિકાનો દબદબો રહ્યો છે. જ્યારે ભારતીય અબજોપતિઓ પાછળ ધકેલાયા હતા. જેમાં શેરબજારમાં ભારે અસ્થિરતા અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે આ દિગ્ગજોને મોટો ફટકો પડ્યો છે. મુકેશ અંબાણીને રૂ. 20000 કરોડનું નુકશાન થયું છે, જેથી તેમની નેટવર્થ ઘટીને 102 અબજ ડોલરની થઇ ગઇ છે, જે 18માં ક્રમે ધકેલાઇ ગયા હતા. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ પણ ઘટીને 98 અબજ ડોલરની આસપાસ આવી જતાં તેઓ 19માં ક્રમેથી ધકેલાઇને 20માં ક્રમે પહોંચી ગયા છે.

વિશ્વના ટોપ-10 અબજોપતિની યાદીમાંથી ભારતીય આઉટ (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા