મુખ્ય  /  સમાચાર  /  આજથી નવું રિક્ષાભાડું લાગુ થશે, ભાડામાં 50 ટકાનો વધારો

આજથી નવું રિક્ષાભાડું લાગુ થશે, ભાડામાં 50 ટકાનો વધારો

સ્થાનિક8 Aug 2026 · 10:00 AM 544 વ્યૂઝ

ગુજરાતમાં ઓટોરિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ઓટોરિક્ષાના ભાડાના નવા દરો જાહેર કર્યા છે અને આ નવા દરો 7 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યા છે. પોર્ટસ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે મોટર વ્હીકલ એકટ, 1988ની કલમ 67 હેઠળ નવી સુચના બહાર પાડી છે. અગાઉ વર્ષ 2022માં જાહેર કરવામાં આવેલા ભાડાના દરોને રદ કરીને સુધારેલા દરો લાગુ કરવામાં આવ્યા છે. નવી જોગવાઇ પ્રમાણે શહેર અને શહેરની સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં ઓટો રિક્ષાના પ્રથમ 1.2 કિલોમીટર માટે લઘુત્તમ ભાડું રૂ. 25 નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ દરેક વધારાના 200 મીટર માટે રૂ. 4 ચુકવવાના રહેશે. નવી સુચનાની સૌથી મહત્વપુર્ણ જોગવાઇઓમાં શહેરની હદ બહારની મુસાફરીનો સમાવેશ થાય છે, જેમાં શહેરની સીમા બહાર માટે સામાન્ય શહેરના દર કરતા દોઢ ગણું ભાડું વસુલવાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત, વેઇટીંગ ચાર્જમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પાંચ મીનીટ સુધી કોઇ વેઇટીંગ ચાર્જ રહેશે નહીં, પણ ત્યારબાદ દરેક મીનીટ માટે રૂ. 1નો ચાર્જ વસુલાશે. જોકે, વેઇટીંગની મહત્તમ મર્યાદા એક કલાકની રહેશે. રાત્રિના સમયે એટલે કે રાતના 11થી સવારના 5 વાગ્યા દરમ્યાન મુળ ભાડા પર 50 ટકા વધુ ચાર્જ વસુલાશે એટલે કે દોઢું ભાડું ગણાશે, જે અગાઉ મુજબ જ રાખવામાં આવ્યું છે.

આજથી નવું રિક્ષાભાડું લાગુ થશે, ભાડામાં 50 ટકાનો વધારો (સ્થાનિક) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા