મુખ્ય  /  સમાચાર  /  MySpine MyWorld વેબસાઇટ લોન્ચ: 94 ટકા સ્પાઇનના દુઃખાવાની સમસ્યા પાછળ દર્દીઓની જીવનશૈલી કારણભૂતઃ ડો. તારક પટેલ

MySpine MyWorld વેબસાઇટ લોન્ચ: 94 ટકા સ્પાઇનના દુઃખાવાની સમસ્યા પાછળ દર્દીઓની જીવનશૈલી કારણભૂતઃ ડો. તારક પટેલ

વર્લ્ડ સ્પાઇન ડે15 Oct 2026 · 7:19 PM 108 વ્યૂઝ

ભારતમાં કમરનો દુઃખાવો સૌથી સામાન્ય આરોગ્યની સમસ્યાઓમાંની એક છે, અને તે ઘણા લોકો ધારે છે તેના કરતા ઓછી ઉંમરે અસર કરી રહી છે. વર્ષ 2022માં વર્ક જર્નલમાં પ્રકાશિત 97 ભારતીય અભ્યાસોના મેટા એનાલિસીસ મુજબ કોઇપણ સમયે લગભગ દર બેમાંથી એક ભારતીયને કમરનો દુઃખાવો હો છે અને દર ત્રણમાંથી બે લોકોને જીવનમાં કયારેક તો તે થાય જ છે, જે વૈશ્વિક આંકડા કરતા વધુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, વિશ્વભરમાં કમરનો દુઃખાવો, વિકલાંગતાનું સૌથી મોટું એકમાત્ર કારણ છે. 2020માં વિશ્વના 61.9 કરોડ લોકો તેનાથી પ્રભાવિત હતા, તે 2050 સુધીમાં 84.3 કરોડ સુધી પહોંચી જશે. જેમાં સૌથી વધુ વધારો એશિયા અને આફ્રિકામાં થવાની શક્યતા છે. સારી વાત એ છે કે મોટા ભાગના કમરના દુખાનાને નિયંત્રિત કરી શકાય છે. ડબલ્યુએચઓ અનુસાર નિયમિત શારિરીક પ્રવૃત્તિ, યોગ્ય વજન, સારી ઉંઘ અન કામના સ્થળે યોગ્ય બેઠક વ્યવસ્થા દુઃખાવો ફરી થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. ઇન્ડોસ્પાઇન હોસ્પિટલના ચીફ સ્પાઇન સર્જન ડો. તારક પટેલે જણાવ્યું હતું કે, અમે રોજ યુવા પ્રોફેશનલ્સ, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓને મળીએ છીએ. ડો. પટેલના કહેવા અનુસાર છેલ્લા એક વર્ષમાં જે રીતે કિશોર અને બાળકોને સ્પાઇનની સમસ્યાની ફરિયાદો વધી રહી છે, તે વધુ ગંભીર બાબત છે. કમરમાં ઘસારો આવે તે 45 વર્ષ પછી દુઃખાવો શરૂ થતો હોય છે, પણ હવે યુવાનો જેમાં ખાસ કરીને આઇટી, બેન્કીગ સેકટરમાં સૌથી વધુ ફરિયાદો જોવા મળી છે, ત્યારે ડો. પટેલે કહ્યું કે, જેનું મુખ્ય કારણ જીવનશૈલી છે. તેના બદલાવ માટે પ્રયાસ કરવા જોઇએ. આ સંદર્ભમાં લોક જાગૃતિ અભિયાનના અંતર્ગત હલનચલન, બેસવાની રીત અને રોજીંદી ટેવ વિશે ડોકટરો દ્વારા ચકાસાયેલું સરળ માર્ગદર્શન આપતી માય સ્પાઇન, માય વર્લ્ડ નામની વેબસાઇટનો વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે કરવામાં આવ્યો છે. વર્લ્ડ ફેડરેશન ઓફ કાયરોપ્રેકટીસનું વર્લ્ડ સ્પાઇન ડે 2026નું અભિયાન સ્પાઇન હેલ્થ ફોર લાઇફ છે, અને માય સ્પાઇન માય વર્લ્ડ આ સંદેશને ગુજરાત તથા સમગ્ર ભારતમાં આગળ લઇ જશે.

MySpine MyWorld વેબસાઇટ લોન્ચ: 94 ટકા સ્પાઇનના દુઃખાવાની સમસ્યા પાછળ દર્દીઓની જીવનશૈલી કારણભૂતઃ ડો. તારક પટેલ (વર્લ્ડ સ્પાઇન ડે) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા