છેલ્લા એક સપ્તાહથી બ્રોડર માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ખાસ કરીને એમટીએફ- માર્જિન ટ્રેડિંગ ફેસિલિટીના કોલ ટ્રીગર થવાથી અસર જોવા મળી છે. એક બાજું જીયો પોલીટીકલ ટેન્શનના લીધે ક્રુડ ઓઇલના ભાવ ઉકળીને વધી રહ્યા છે, જેના લીધે શેરબજારમાં ચારેકોરથી વેચવાલી થઇ રહી છે, વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર વધઘટે નીચલા સ્તર પર આવતું જોવા મળી રહ્યું છે. એમટીએફમાં રોકાણકારો માર્જિન ભરીને થાક્યા છે, જેઓ બજારમાં હજુય સારૂં સેન્ટિમેન્ટ કે પોઝિટિવ વલણ નહીં દેખાતા હળવા થવા લાગ્યા હતા. જે આ સપ્તાહમાં એમટીએફમાંથી રોકાણકારો હળવા થઇ રહ્યા હોવાના અહેવાલથી સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ભારે ધોવાણ થતું જોવા મળ્યું હતું. માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી-એમટીએફમાં રૂ. 1.80 લાખ કરોડનું રોકાણ થયાનો સત્તાવાર આંકડો છે, જ્યારે ડબ્બા ટ્રેડિંગ કે બિન સત્તાવાર કામકાજનો આંકડો ઉંચો છે. જે તમામ શેરો ફુટી જવાના કારણે શેરબજારમાં ભારે ધોવાણ થયું છે.
એમટીએફ ઇફેક્ટઃ સ્મોલ-મિડકેપ શેરોમાં ભારે ધોવાણ (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.