મુખ્ય  /  સમાચાર  /  મોજતાબા ખામેની કોઇપણ ક્ષણે મૃત્યુ પામી શકે છેઃ ઇઝરાયેલી મીડિયા

મોજતાબા ખામેની કોઇપણ ક્ષણે મૃત્યુ પામી શકે છેઃ ઇઝરાયેલી મીડિયા

સમાચાર8 Aug 2026 · 1:31 PM 199 વ્યૂઝ

યુએસ-ઇઝરાયેલે ઇરાન પર કરેલા હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતાના મોત થયા બાદ તેમના પુત્ર મોજતબા ખામેનીએ ફેબ્રુઆરીમાં જવાબદારી સંભાળી હતી, પરંતુ તે પણ હુમલામાં ઘાયલ થયા હતા અને તેની હાલત પર અનેકવાર શંકાકુશંકા પેદા થઇ રહી હતી, આ સંદર્ભમાં ઇરાન દ્વારા અહેવાલોને નકારી કાઢ્યા છે, જોકે, ફરી એકવાર ઇઝરાયેલી મીડિયાએ દાવો કર્યો છે કે, મોજતબા ખામેનીની હાલત ખૂબજ નાજૂક છે અને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તે ગમે તે ક્ષણે મૃત્યુ પામી શકે છે. જોકે, આ અહેવાલોમાં ઇરાન વાયરના દાવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્ક્યિનના વહીવટની નજીકના સુત્રોને ટાંકયા હતા. તેઓના કહેવા અનુસાર તેઓની તબિયત ખૂબજ નાજૂક છે અને ટુંકસમયમાં શહાદતના સમાચરા સાંભળીશું તો આશ્ચર્ય નહીં થાય. ઉલ્લેખનીય છે કે, ઇરાનના સર્વોચ્ચ નેતાનું નેતૃત્વ સંભાળ્યા બાદ ખામેની ન તો જાહેરમાં દેખાયા કે ન કોઇ ભાષણ આપ્યું. જોકે, ઇરાની અધિકારીઓએ આ વાતને વખોડી નાખી છે.

મોજતાબા ખામેની કોઇપણ ક્ષણે મૃત્યુ પામી શકે છેઃ ઇઝરાયેલી મીડિયા (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા