છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ રિચાર્જ ખૂબજ મોંઘો થઇ ગયો છે, તેવા સમયે વધુ એક ઝટકો આવવાની તૈયારી છે. ફરીથી મોબાઇલ રિચાર્જ મોંઘો થવા જઇ રહ્યો છે. એક નવા રિપોર્ટ અનુસાર, દેશની ટેલિકોમ કંપનીઓ આગામી ત્રણથી ચાર મહિનામાં મોબાઇલ ટેરિફમાં 10થી 15 ટકાનો વધારો કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, ટેલિકોમ માર્કેટમાં સ્પર્ધામાં ઘટાડો અને 4જી-5જી સેવાઓની વધતી માગને કંપનીઓ માટે કિંમતો વધારવાનું સરળ બન્યું છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ ભારતીય ટેલિકોમ માર્કેટમાં હવે મોટી કંપનીઓ મર્યાદિત છે, જેના કાણે ટેરિફ વધારવાની સંભાવના મજબૂત બની છે. રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે આગામી 3થી 4 મહિનામાં મોબાઇલ પ્લાનમાં ભાવમાં 15 ટકા સુધીનો વધારો થશે. જેની અસર પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ બંનેને વધુ ચુકવણી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં ગ્રાહકો 5જી નેટવર્ક તરફ વળી રહ્યા છે. આ સિવાય પોસ્ટપેઇડ ગ્રાહકોની સંખ્યા પણ વધી છે, ટેલિકોમ કંપનીઓની સરેરાશ સબસ્ક્રાઇબર આવકમાં પણ એકથી દોઢ ટકાનો વધારો થવાનો અંદાજ છે, ત્યારે વધુ સારી નેટવર્ક સેવાઓ અને વધુ ડેટા વપરાશના કાણે કંપનીઓની કમાણી સતત વધી રહી છે. ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો જિયો અને એરટેલ બંને બજારમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. જેમાં રિલાયન્સ જિયો નવા 70 લાખ ગ્રાહકો ઉમેરી શકે છે, જ્યારે એરટેલ 50 લાખ ગ્રાહકો ઉમેરી શકે છે, તેવા સંજોગોમાં વોડાફોન આઇડિયા માત્ર 2 લાખ નવા ગ્રાહકોને ઉમેરી શકશે. જેનું મુખ્ય કારણ એ છે કે, જિયો અને એરટેલ હવે દેશના 90 ટકાથી વધુ જિલ્લાઓમાં 5જી સર્વિસ પુરી પાડે છે. તેઓ ગ્રાહકોને 5જી તરફ આકર્ષી રહ્યા છે.
મોબાઇલ રિચાર્જ મોઘું થશે, 10થી 15 ટકાના વધારો થશે (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.