મુખ્ય  /  સમાચાર  /  ઇક્વિટી પરનો એલટીસીજી ટેક્સ રિસ્ટ્રકચરીંગ થશે, શેરબજારને બુસ્ટ મળશે

ઇક્વિટી પરનો એલટીસીજી ટેક્સ રિસ્ટ્રકચરીંગ થશે, શેરબજારને બુસ્ટ મળશે

ટોપ સ્ટોરીઝ 27 Oct 2026 · 12:32 PM 46 વ્યૂઝ

સ્થાનિક અને વિદેશી રોકાણકારોને ઇક્વિટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનું પુનર્ગઠન કરવાનો નિર્ણય આગામી સપ્તાહમાં કે બજેટ પેહલા લેવામાં આવી શકે છે. ખાસ કરીને એફપીઆઇના સતત વેચવાલીની અસરથી સરકારને પુનઃ વિચારની દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, લાંબા સમયથી વિદેશી અને સ્થાનિક રોકાણકારોની એલટીસીજી ટેક્સ ઘટાડવાની માગ રહી છે. વિદેશી અને સ્થાનિક રોકાણકારો દ્વારા ઇક્વિટીના વેચાણ પર એલટીસીજી ટેક્સ ઇન્ડેકસેશન બેનિફિટ્સ વિના 12.5 ટકા છે, લિસ્ટેડ શેર પર નાણાકીય વર્ષ 1.25 લાખ કરૂપિયાથી વધુના લાભ પર આ કર લાગુ પડે છે. અનલિસ્ટેડ શેરના વેચાણ પર આવી કોઇ મર્યાદા લાગુ નથી. સરકાર ટુંકસમયમાં પુનર્ગઠન અંગે નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. સરકાર એલટીસીજી દરની તપાસ કરી રહી છે અને મોટી અર્થવ્યવસ્થાઓમાં શું લાગુ પડે છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે ઉદ્યોગ, સેબી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસ, બેન્કો અને અન્ય હિસ્સેદારો સાથે એલટીસીજી ફ્રેમવર્ક અને મુડી આઉટફલો પર તેની અસર પર અનેક બેઠકો કરી છે. સીડીએસએલના ડેટા દર્શાવે છે કે 2026માં અત્યાર સુધીમાં ઇક્વિટીમાંથી સંચિત એફપીઆઇ આઉઠફલો 3.1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે., જે 2025 દરમ્યાન કુલ રૂ. 1.7 લાખ કરોડની વેચવાલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશી રોકાણકારો માટે ઇક્વિટી એલટીસીજી યુએસ, યુકે, સિંગાપોર, હોંગકોંગ, યુએસઇ, જાપાન અને કેનેડામાં શૂન્ય કર આકર્ષિત કરે છે. ચીનમાં કેટલાક શેરોને એલટીસીજીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે અન્ય પર 10 ટકા ટેક્સ રેટને આકર્ષિત કરે છે.

ઇક્વિટી પરનો એલટીસીજી ટેક્સ રિસ્ટ્રકચરીંગ થશે, શેરબજારને બુસ્ટ મળશે (ટોપ સ્ટોરીઝ ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા