મુખ્ય  /  સમાચાર  /  20 વર્ષના એન્ટોનેલીએ ફોર્મ્યુલા 1 વિશ્વ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો

20 વર્ષના એન્ટોનેલીએ ફોર્મ્યુલા 1 વિશ્વ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો

ન્યૂઝ-સ્પોટર્સ2 Nov 2026 · 8:43 PM 53 વ્યૂઝ

યુવા ઇટાલિયન રેસર એન્ડ્રીયા કિમી એન્ટોનેલીએ માત્ર 20 વર્ષની ઉંમરે ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. ઇટાલીના કિમી એન્ટોનેલી મેક્સિકો સિટી ગ્રાન્ડ પ્રિકસમાં ત્રીજા સ્થાને રહીને ઇતિહાસનો સૌથી યુવા ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. 20 વર્ષીય એન્ટોનેલીએ મર્સિડીઝ માટે પોતાનો પહેલો ડ્રાઇવર્સ વર્લ્ડ ટાઇટલ જીત્યો. આ વિજય એન્ટોનેલી માટે ખાસ હતો કારણ કે જ્યારે ટાઇટલ કન્ફર્મ થયું ત્યારે પોડિયમ પર તેની સાથે બે દિગ્ગજ ડ્રાઇવરો હાજર હતા: ચાર વખતના વર્લ્ડ ચેમ્પિયન મેક્સ વર્સ્ટાપેન અને સાત વખતના ચેમ્પિયન લુઈસ હેમિલ્ટન. મર્સિડીઝમાં તેણે જે હેમિલ્ટનનું સ્થાન લીધું હતું તેની સાથે પોડિયમ શેર કરવું એ તેના માટે એક યાદગાર ક્ષણ હતી. લુઈસ હેમિલ્ટન ટીમ છોડ્યા પછી મર્સિડીઝે એન્ટોનેલીને તેમની ટીમમાં સાઇન કર્યો. તે સમયે, તે ફોર્મ્યુલા 2 માં તેની પ્રથમ સીઝન પૂર્ણ કરી રહ્યો હતો.

20 વર્ષના એન્ટોનેલીએ ફોર્મ્યુલા 1 વિશ્વ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો (ન્યૂઝ-સ્પોટર્સ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા