ગુજરાતની કબડ્ડી લીગ આગામી દિવસોમાં ગુજરાતના ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડશે, અમદાવાદ હેરિટેજ હીરોઝે આઠ શહેરો વચ્ચે યોજાનારી કબડ્ડી લીગમાં રમવા માટે તૈયાર હોવાનો દાવો કર્યો છે. અમદાવાદ હેરિટેજ હીરોએ આજે તેમના લોગોનું અનાવરણ કર્યું. પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ વેન્ચર્સના અમદાવાદ હેરિટેજ હીરોઝને ભાજપના શહેર ઉપાધ્યક્ષ ભાસ્કર ભટ્ટ, સ્પોર્ટ્સ પ્રમોટર જગત પટેલ, વાઈડ એંગલ મલ્ટિપ્લેક્સના માલિક અજય પટેલ, બિલ્ડર મિલાપ પટેલ અને વરિષ્ઠ પત્રકાર કોશિષ શાહ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. જેઓ ગુજરાતમાં ખેલાડીઓના વિકાસ, તકો અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કબડ્ડી એ ભારતની પરંપરાગત અને લોકપ્રિય રમત છે તેમ જણાવતાં રમતગમતના પ્રચારક જગત પટેલે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કબડ્ડીને વ્યવસાયિક સ્તરે જે માન્યતા મળી છે તેનાથી યુવાનોમાં રમત પ્રત્યે રસ વધ્યો છે અને ગુજરાતમાં ખેલાડીઓની કોઈ કમી નથી, માત્ર યોગ્ય પ્લેટફોર્મ, તાલીમ અને માર્ગદર્શનની જરૂર છે. જેના માટે આગામી દિવસોમાં પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ વેન્ચર્સના નેજા હેઠળ એકેડેમી પણ શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપ શહેર ઉપાધ્યક્ષ ભાસ્કર ભટ્ટે પણ કબડ્ડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યોગદાનને યાદ કરી જણાવ્યું હતું કે, દેશની લોકપ્રિય રમત પૈકીની એક કબડ્ડીને ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય બનાવે તે જરૂરી છે.
અમદાવાદમાં કબડ્ડી...કબડ્ડીનો મહાકુંભ યોજાશે (સ્પોર્ટ્સ ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.