મુખ્ય  /  સમાચાર  /  Jio IPO 100 મિનિટમાં ઓવરસબ્સ્ક્રાઇબ થયો, નવો રેકોર્ડ બનાવ્યો

Jio IPO 100 મિનિટમાં ઓવરસબ્સ્ક્રાઇબ થયો, નવો રેકોર્ડ બનાવ્યો

બિઝનેસ21 Oct 2026 · 4:02 PM 68 વ્યૂઝ

જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ તેના પહેલ જ દિવસે શેરબજારમાં ધૂમ મચાવી દીધી છે. દેશનો સૌથી મોટો આઇપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે અને આ આઇપીઓ ખુલતાની સાથે જ છલકાઇ ગયો છે. શરૂઆતી 100 મિનિટમાં જ આઇપીઓ છલકાઇ ગયો હતો. આમ, રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ આઇપીઓએ ભારતીય શેરબજારમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિયોનો ઇશ્યૂ કદ હૃન્દાઇ મોટર ઇન્ડિયા, બજાજ હાઉસીંગ ફાઇનાન્સ અને એલજી ઇલેકટ્રોનિક્સ ઇન્ડિયા જેવા મુખ્ય આઇપીઓ કરતા મોટો છે, છતાં તેને છલકાતા ખૂબ જ ઓછો સમય લાગ્યો છે. અગાઉ બજાજ હાઉસીંગ ફાઇનાન્સનો આઇપીઓ બપોરે 2 વાગ્યા સુધીમાં છલકાઇ ગયો હતો. એલજી ઇલે. એક દિવસમાં છલકાયો હતો, જ્યારે હન્ડાઇ મોટરસનો આઇપીઓ પ્રથમ દિવસે માત્ર 18 ટકા જ ભરાયો હતો. જોકે, આજે સવારના જિયો પ્લેટફોર્મ્સનું ગ્રે બજારમાં પ્રીમિયમ રૂ. 270થી 275 સુધી પહોંચ્યું હતું, તે છલકાઇ જવાના અહેવાલ બાદ ઘટ્યું હતું અને ગ્રે બજારમાં પ્રીમિયમ રૂ. 250થી 255 આસપાસ બોલાતું જોવા મળ્યું છે.

Jio IPO 100 મિનિટમાં ઓવરસબ્સ્ક્રાઇબ થયો, નવો રેકોર્ડ બનાવ્યો (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા