મુખ્ય  /  સમાચાર  /  ISROનું GSLV-F18/NVS-03મિશન સફળ: આગામી પેઢીનો નેવિગેશન ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરાયો  

ISROનું GSLV-F18/NVS-03મિશન સફળ: આગામી પેઢીનો નેવિગેશન ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરાયો  

ન્યૂઝ31 Oct 2026 · 11:26 AM 45 વ્યૂઝ

ભારતની પ્રાદેશિક ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ, 'NavIC'માં કાર્યરત ઉપગ્રહોનીઅછત વર્તાઈ રહી હતી, પરંતુ ભારતીયઅવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા NVS-03 ના સફળ પ્રક્ષેપણથી તેને એક નવો વેગ મળ્યોછે. 2,250 કિલોગ્રામ વજનનો આગામી પેઢીનો નેવિગેશનઉપગ્રહ, NVS-03, શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSCSHAR) ના બીજા લોન્ચ પેડ પરથી GSLV-F18 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આજીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) ની 20મી ઉડાન હતી. ISROના ચેરમેન વી. નારાયણને જણાવ્યું કે અમને પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઇમિંગ સેવાઓ પૂરી પાડવા માટેઓછામાં ઓછા ચાર ઉપગ્રહોની જરૂર છે, આ પ્રક્ષેપણ સાથે, અમે NavIC કોન્સ્ટેલશનની કામગીરીપુનઃસ્થાપિત કરી છે,  NavIC એ ભારતનીસ્વતંત્ર પ્રાદેશિક ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ છે,જે દેશભરમાં અને ભારતીય ભૂમિગત વિસ્તારથીઆશરે 1,500 કિલોમીટર દૂરનાવિસ્તાર સુધી પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઇમિંગ (PNT) સેવાઓ પ્રદાનકરવા માટે ડિઝાઇન કરાઇ  છે.

ISROનું GSLV-F18/NVS-03મિશન સફળ: આગામી પેઢીનો નેવિગેશન ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરાયો   (ન્યૂઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા