મુખ્ય  /  સમાચાર  /  ઇરાનની ખુલ્લી ધમકી, ટ્રમ્પ અમારા નિશાના પર

ઇરાનની ખુલ્લી ધમકી, ટ્રમ્પ અમારા નિશાના પર

સમાચાર16 Jul 2026 · 7:06 PM 142 વ્યૂઝ

અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે નવો વળાંક લઇ રહ્યો છે. તેહરાનમાં એક વિશઆળ બિલબોર્ડ લગાવવામાં આવ્યું છે, જેણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. આ બોર્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પને કાળી શબપેટીમાં મૃત દર્શાવવામાં આવ્યા છે. જેમાં અંગ્રેજી અને ફારસી બંને ભાષામાં લખ્યું છે કે, વી વીલ કિલ ટ્રમ્પ. આ લખાણ બાદ અમેરિકા ઇરાનમાં જમીની યુદ્ધ કરવા માટે પણ કવાયત હાથ ધરી છે. જેનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, હવે ઇરાનને છોડવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે થોડા દિવસો પહેલા જ અમેરિકાને ઘણી ગુપ્તચર માહિતી આપી હતી. ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને સીએનએનના અહેવાલો અનુસાર ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીએ વોશિંગ્ટન સાથે એક ગુપ્ત અહેવાલ શેર કર્યો હતો. જેમાં પ્રથમ વખત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની હત્યાના ઇરાન દ્વારા કરવામાં આવેલા ખૂબજ સચોટ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

ઇરાનની ખુલ્લી ધમકી, ટ્રમ્પ અમારા નિશાના પર (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા