ભારતીય શેરબજારમાં સેકેન્ડરી બજારની સાથે સાથે પ્રાયમરી બજાર ચાલી રહ્યું છે. જોકે, પ્રાયમરી બજારમાં આઇપીઓ જાહેર થતાની સાથે ગ્રે બજાર એકટિવ જોવા મળે છે અને તેમાં પ્રીમિયમ બોલાતું હોય છે, જે સારી કંપનીઓ હોય તેના ભાવ બોલાતા હોય છે અને રોકાણકારો કામકાજ કરી રહ્યાના અહેવાલો છે. આવી જ રીતે અનલિસ્ટેડ કંપનીઓના પણ સોદા થતા હોય છે. અગ્રણી જૂથ અને આગેવાન કંપનીઓ દ્વારા આ કંપનીઓ કે જેના આઇપીઓ આવ્યા નહોય પણ ટુંકસમયમાં આવનારા હોય તેવી કંપનીઓના ભાવ સાથે સોદા થાય છે, પણ છેલ્લા કેટલાક સમયથી જે કંપનીઓ આઇપીઓ લાવી છે, જે આઇપીઓ કિંમતની સામે તેના અનલિસ્ટેડ કિંમતની સરખામણીએ મોટા ડિસ્કાઉન્ટ જોવા મળે છે અને આ ડિસ્કાઉન્ટ 25થી 50 ટકા સુધીના જોવા મળ્યા છે, જેનાથી અગાઉથી રોકાણ કરનારા રોકાણકારોને મોટું નુકશાન સહન કરવું પડ્યું છે. જેમાં પીબી ફિનટેકની આઈપીઓ કિંમત શેર દીઠ 940-980 રૂપિયા હતી. જ્યારે, નવેમ્બર 2023માં, તેની અનલિસ્ટેડ કિંમત શેર દીઠ 1800 રૂપિયા હતી. એટલે કે આ આઈપીઓ 45 ટકાના ડિસ્કાઉન્ટ પર આવ્યો છે. હાલમાં જેનો આઇપીઓ ખુલ્યો છે તે એસબીઆઈ ફંડ્સના આઈપીઓની અનલિસ્ટેડ કિંમત સામે 32 ટકા ડિસ્કાઉન્ટ પર આવ્યો છે. જૂનમાં તેની અનલિસ્ટેડ કિંમત 850 રૂપિયા હતી. આઇપીઓ ઓફરની કિંમત શેર દીઠ 574 રૂપિયા છે. આ આઈપીઓ 32 ટકાના ડિસ્કાઉન્ટ પર આવ્યો છે. આ ઉપરાંત, એજીએસ ટ્રાન્ઝેક્ટના આઇપીઓની વાત કરીએ તો તેની આઇપીઓની કિંમત શેર દીઠ 185-195 રૂપિયા હતી. પરંતુ જાન્યુઆરી 2022માં, તેની અનલિસ્ટેડ કિંમત શેર દીઠ 550 રૂપિયા હતી. એચડીબી ફાઇનાન્સિયલ વિશે અનલિસ્ટેડ સ્પેસમાં પણ ઘણી હાઇપ હતી. શેરમાં લિક્વિડિટી પણ ખૂબ સારી હતી. આઇપીઓની કિંમત 700-740 રૂપિયા પ્રતિ શેર હતી. તે જ સમયે, તેની અનલિસ્ટેડ કિંમત શેર દીઠ 1200-1250 રૂપિયા હતી. એટલે કે આ આઇપીઓ તેની અનલિસ્ટેડ કિંમત કરતા 40 ટકા ઓછી કિંમતે આવ્યો છે. યુટીઆઈ એએમસીની વાત કરીએ તો, તેની આઇપીઓ કિંમત શેર દીઠ 552-554 હતી. પરંતુ અનલિસ્ટેડ સ્પેસમાં તેની કિંમત શેર દીઠ 1100 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. આ આઇપીઓ પણ તેની અનલિસ્ટેડ કિંમતના લગભગ અડધા ભાવે આવ્યો છે. ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ ભાવ શેર દીઠ 475-500 રૂપિયા હતો. જ્યારે, નવેમ્બર 2023 માં, તેની અનલિસ્ટેડ કિંમત શેર દીઠ 950 રૂપિયા હતી. એટલે કે આ આઈપીઓ 47 ટકાના ડિસ્કાઉન્ટ પર આવ્યો છે. તેવી જ રીતે, જો આપણે વારી એનર્જીઝ અને દિલ્હીવેરીના આઇપીઓ પર નજર કરીએ તો વારી એનર્જીઝની આઇપીઓ કિંમત શેર દીઠ 1427-1503 હતી. તે જ સમયે, ઓક્ટોબર 2024માં તેની અનલિસ્ટેડ કિંમત શેર દીઠ 2700-2750 રૂપિયા હતી. ડેલ્લીવેરીનો આઇપીઓ પણ અનલિસ્ટેડ કિંમત કરતા 50 ટકા ઓછા ભાવે આવ્યો હતો. જો તમે ફક્ત આઇપીઓની અપેક્ષા સાથે અનલિસ્ટેડ સ્પેસમાં રોકાણ કરો છો, તો તે તમારા માટે એક મોટી ચેતવણી છે. આ બાબતે સેબી પણ સતત એલર્ટ કરી રહી છે. તે ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે અનલિસ્ટેડ સ્પેસમાં ખૂબ ઓછી પ્રવાહિતા છે. જોકે, જે રોકાણકારોને આઇપીઓમાં શેરોના એલોટમેન્ટ મળતા નથી અને તેઓ કંપનીમાં રોકાણ કરવા ઉત્સાહિત હોય છે, તેવા રોકાણકારો આ જાળમાં ફસાઇ જાય છે અને તેની વાસ્તવિક કિંમતની જાણકારી વગર જ ખરીદતા હોય છે, તેમને આઇપીઓમાં વધુ નફો મળશે તેવી આશા હોય છે, પણ તે ઠગારી નીવડે છે. હાલમાં બહુચર્ચિત એક્સચેન્જ એનએસઇનો પણ આઇપીઓ આવનારો છે અને તેના અનલિસ્ટેડ શેરોની ભારે માગ જોવા મળી હતી, જેના ભાવ અંદાજે રૂ. 2500 સુધી બોલાતા હતા. હવે એ જોવાનું રહેશે કે આઇપીઓ કિંમત કેટલી રાખે છે, તેમાં પણ ડિસ્કાઉન્ટ બોલાય તેવું માનવામાં આવી રહ્યું છે. એસબીઆઇ ફંડ્સના આઈપીઓ પરથી આ સ્પષ્ટ થાય છે, જે તેની અનલિસ્ટેડ કિંમત પર 32 ટકા ઘટી ગયું છે. જે લોકો વિચારતા હતા કે આઈપીઓ પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં ખરીદીથી ફાયદો થશે, તેમને હવે મોટો ઝટકો લાગ્યો છે. આ આઈપીઓમાં અનલિસ્ટેડ માર્કેટમાં ખિસ્સા ભરવાની પ્રક્રિયામાં મોટું નુકસાન થયું હતું. તે ફક્ત એસબીઆઇ ફંડ્સ વિશે નથી. જો તમે ભૂતકાળના રેકોર્ડ્સ પર નજર નાખો તો ઘણા બધા આઇપીઓ કે જેની અનલિસ્ટેડ સ્પેસમાં ઘણી હાઇપ હતી તેણે રોકાણકારોને છેતર્યા છે.
અનલિસ્ટેડ બજારમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટું નુકશાન થયું (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.