સ્કોડા ઓટો ઇન્ડિયાએ ગુજરાતના અમદાવાદ અને હિંમતનગરમાં ત્રણ નવા ગ્રાહક સંપર્ક કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું છે, જેના પરિણામે રાજ્ય તેમજ ભારતના પશ્ચિમ વિસ્તારમાં કંપનીની નેટવર્ક હાજરી વધુ મજબૂત બની છે.આ નવી સુવિધાઓમાં નરોડામાં નવું વેચાણ અને સર્વિસ કેન્દ્ર, મણિનગરમાં નવું વેચાણ કેન્દ્ર તેમજ હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાનો સમાવેશ થાય છે. અમદાવાદના નરોડા સ્થિત કેન્દ્રનો વિસ્તાર 26,700 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જ્યાં છ વાહનોના ડિસ્પ્લે માટેની વ્યવસ્થા તેમજ 19 સર્વિસ બે ઉપલબ્ધ છે. જ્યારે મણિનગર સ્થિત ડીલરશિપમાં 4,800 ચોરસ ફૂટનું વેચાણ કેન્દ્ર છે, જેમાં સાત વાહનોના ડિસ્પ્લે માટેની સુવિધા ઉપલબ્ધ છે. હિંમતનગરમાં શરૂ કરાયેલી નવી કોમ્પેક્ટ 3S સુવિધા 10,600 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવી છે, જેમાં ચાર વાહનોના ડિસ્પ્લે માટેની વ્યવસ્થા તેમજ ચાર સર્વિસ બે ધરાવતી સર્વિસ સુવિધા ઉપલબ્ધ છે. નવી શરૂ કરાયેલી તમામ વેચાણ અને સર્વિસ સુવિધાઓ સ્કોડા ઓટોની વૈશ્વિક મોર્ડન સોલીડ ડિઝાઇન ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોને આવકારદાયક વાતાવરણ સાથે ઉત્તમ વેચાણ અને સર્વિસનો અનુભવ પ્રદાન કરે છે. આ નવા કેન્દ્રોના ઉમેરા સાથે હવે સ્કોડા ઓટો ઇન્ડિયા પાસે ગુજરાતના 16 શહેરો—અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વાપી, ગાંધીનગર, આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીધામ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, મોરબી અને નવસારી—માં કુલ 25 ગ્રાહક સંપર્ક કેન્દ્રો છે આ પ્રસંગે સ્કોડા ઓટોના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તા એ જણાવ્યું, ગુજરાતમાં આ નવી સુવિધાઓના ઉદ્ઘાટન સાથે અમે રાજ્ય તેમજ ભારતના પશ્ચિમ વિસ્તારમાં સ્કોડા ઓટો ઇન્ડિયાની હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. માત્ર અમદાવાદમાં જ હવે અમારા પાંચ ગ્રાહક સંપર્ક કેન્દ્રો કાર્યરત છે. તેના દ્વારા અમે અમારા સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોને ગ્રાહકો સુધી વધુ નજીક લઈ જઈ રહ્યા છીએ અને સાથે જ તેમને સેવા તથા સંભાળના સર્વોચ્ચ ધોરણોનો અનુભવ પણ કરાવી રહ્યા છીએ. ભારતના વિકાસમાં ગુજરાતનું મહત્વ અત્યંત વિશિષ્ટ છે અને અમને વિશ્વાસ છે કે Kylaq, નવી Kushaq, Kodiaq અને Slavia સાથે અમે આ મહત્વપૂર્ણ બજારમાં Škoda બ્રાન્ડને વધુ મજબૂત બનાવી શકીશું.
નરોડા ખાતે સ્કોડાના નવા શોરૂમ અને સર્વિસ સેન્ટરનો શુભારંભ (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.