મુખ્ય  /  સમાચાર  /  ફિલ્મ “હોટેલ મોટેલ પટેલ”નું દિવાળી પાર્ટી સોંગ ‘લેટ્સ દિવાળી ડાન્સ!’ રિલીઝ થયું

ફિલ્મ “હોટેલ મોટેલ પટેલ”નું દિવાળી પાર્ટી સોંગ ‘લેટ્સ દિવાળી ડાન્સ!’ રિલીઝ થયું

સમાચાર- નવું ગીત લોન્ચ2 Nov 2026 · 6:59 PM 78 વ્યૂઝ

ફિલ્મ 'હોટેલ મોટેલ પટેલ'નું નવું ધમાકેદાર ગીત "લેટ્સ દિવાળી ડાન્સ!" જે ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને લોકપ્રિય પ્લેબેક ગાયક શાન દ્વારા ગવાયું છે તેને સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં શાનની સાથે જાણીતા ગાયકો સુરજ જગન અને યશિતા શર્માએ પણ પોતાના અવાજનો જાદુ પાથર્યો છે. સ્મિત જય દ્વારા સંગીતબદ્ધ આ ગીતના બોલ વિનય દવે અને પ્રેમ ડી. દવેએ લખ્યા છે. આ સાથે કૃતાર્થ શાહના સ્વરમાં રેપ ઉમેરવામાં આવ્યું છે. ગીતનું સંગીત સંયોજન અને પ્રોડક્શન સૌરભ લોખંડે અને આકાશ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીતનું મિક્સિંગ અને માસ્ટરિંગ દિપક સુગાથન દ્વારા કરવામાં આવ્યું છે. દિવાળીના પર્વ પર દરેક પરિવાર અને યુવા વર્ગ માટે પરફેક્ટ પાર્ટી એન્થમ સાબિત થનારું આ ગીત હાલ તમામ પ્રમુખ મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. ફિલ્મ 'હોટેલ મોટેલ પટેલ' માર્ચ ૨૦૨૭ માં રિલીઝ થશે.

ફિલ્મ “હોટેલ મોટેલ પટેલ”નું દિવાળી પાર્ટી સોંગ ‘લેટ્સ દિવાળી ડાન્સ!’ રિલીઝ થયું (સમાચાર- નવું ગીત લોન્ચ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા