મુખ્ય  /  સમાચાર  /  હિમાલયન સોલારનો 25મી સપ્ટેમ્બરે આઇપીઓ ખુલશે

હિમાલયન સોલારનો 25મી સપ્ટેમ્બરે આઇપીઓ ખુલશે

આઇપીઓ22 Sep 2026 · 4:36 PM 108 વ્યૂઝ

સોલાર પીવી મોડ્યુઅલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે અગ્રણી કંપની હિમાલયન સોલાર લિમિટેડે આગામી આઇપીઓ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 98થી રૂ. 103ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ ઇશ્યૂ આગામી 25મી સપ્ટેમ્બરે ખુલશે અને 29મી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. જ્યારે એન્કર બીડીંગ 24મી સપ્ટેમ્બરના રોજ ઓપન થશે. કંપની આ આઇપીઓ મારફતે રૂ. 5802.94 લાખ એકત્ર કરવાની યોજના ધરાવે છે અને તે એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસીસ લિ. આ ઇશ્યૂના બુક રનીંગ લીડ મેનેજર છે. હિમાલયન સોલાર લિ. આઇપીઓમાંથી મળનારી રકમ પૈકી રૂ. 1298.30 લાખ સુધીનો ઉપયોગ મેન્યુફેકચરીંગ ફેસિલીટી વધારવામાં અને અપગ્રેડેશન માટે વધારાના પ્લાન્ટ અને મશીનરી ખરીદી પાછળ કરશે. રૂ. 211.99 લાખ રિપેમેન્ટ પાછળ ખર્ચશે. જ્યારે રૂ. 2950 લાખ વર્કીગ કેપિટલની જરૂરિયાત પુરી કરાશે અને અન્ય રકમનો સામાન્ય કોર્પોરેટ હેતુ પાછળ ખર્ચ કરશે.

હિમાલયન સોલારનો 25મી સપ્ટેમ્બરે આઇપીઓ ખુલશે (આઇપીઓ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા