મુખ્ય  /  સમાચાર  /  ગુજરાતમાં યુવાનો અને મહિલાઓમાં હૃદયરોગના હુમલા વધ્યાં

ગુજરાતમાં યુવાનો અને મહિલાઓમાં હૃદયરોગના હુમલા વધ્યાં

ટોપ સ્ટોરીઝ 22 Oct 2026 · 3:44 PM 67 વ્યૂઝ

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં યુવાનોના હ્નદય રોગ કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં કેસ સ્ટડીના આધારે જોઇએ તો 40 વર્ષથી નીચેની ઉંમરના યુવાનો-મહિલાઓને હૃદય રોગના હુમલા થઇ રહ્યા છે. તાજેતરમાં નવરાત્રિમાં પણ ગરબા રમતા રમતા હૃદય રોગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કેસ સ્ટડી...ગરબા રમતા, કામ કરતા એક્ટીવ નવયુવાનોને હૃદય રોગનો હુમલો કેસ .1 30 જુલાઈ 2024ના રોજ રાજકોટના 10 વર્ષના છોકરાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. ચોથા ધોરણના વિદ્યાર્થી પૂર્વાંગ ધામેચાને રાત્રિભોજન દરમિયાનઉલટી થઈ જેના કારણે તે પડી ગયો અને બેભાન થઈ ગયો. પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી. 108ના ડોક્ટરોએ તેની તપાસ કરી તો તેને મૃત જાહેર કર્યો. પૂર્વાંગના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો જેમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું બહાર આવ્યું કેસ.2... ડભોઈ, વડોદરાના 13 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા 30 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ પામ્યો... કેસ. 3... સુરતમાં, હીરાની કંપનીમાં કામ કરતા અમર કિશોર રાઠોડ નામના 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુખાવો થતાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. તે પરિણીત હતો અને તેને એક પુત્રી પણ હતી. કેસ..4...મહેસાણામાં, 23 વર્ષીય શાળા શિક્ષિકા રિચિકા શાહનું નવરાત્રી કાર્યક્રમ દરમિયાન ગરબા કર્યા બાદ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ તેણી સારવાર મેળવે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું. કેસ 5...અમદાવાદના 28 વર્ષીય રવિ પંચાલ ગરબા રમતી વખતે અચાનક પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા, અને 55 વર્ષીય શંકર રાણા, જે વડોદરામાં ગરબા કરતી વખતે પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.વડોદરામાં, દીપક ચૌહાણ નામના 43 વર્ષીય વ્યક્તિનું સેન્ડવીચની દુકાનમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું.

ગુજરાતમાં યુવાનો અને મહિલાઓમાં હૃદયરોગના હુમલા વધ્યાં (ટોપ સ્ટોરીઝ ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા