ચાલુ વર્ષે ઓક્ટોબર માસમાં (GST) સંગ્રહમાં ગત ઓક્ટોબરની સરખામણીએ 23 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્ટોબરમાં બે લાખ 31 હજાર કરોડ રૂપિયાથી વધુ (GST) કલેક્શન થયું છે. જે મુખ્યત્વે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિમાં વેગ અને આયાતમાંથી કર આવકમાં નોંધપાત્ર વધારાને કારણે છે કુલ GST મહેસૂલ કલેક્શનમાં સેન્ટ્રલ GST કલેક્શન 42 હજાર 935 કરોડ રૂપિયા, સ્ટેટ GST 51 હજાર 340 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ GST 1 લાખ 37 હજાર 15 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ગયા મહિને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રિફંડ 6.5 ટકા વધીને 27 હજાર 934 કરોડ રૂપિયા થયું છે. રિફંડ બાદ કર્યા પછી, ઓક્ટોબરમાં ચોખ્ખી GST આવક 25.6 ટકા વધીને 2.03 લાખ કરોડ રૂપિયા થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.61 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
ઓક્ટોબરમાં બે લાખ 31 હજાર કરોડ રૂપિયાથી વધુ GST કલેક્શન (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.