ભારતનું ઇ20 ઈંધણ તરફનું પરિવર્તન 2001થી શરૂ થયેલી લાંબી યોજના, નીતિગત તૈયારી, ઉદ્યોગ સાથેની ચર્ચાઓ અને વૈજ્ઞાનિક પરીક્ષણોનું પરિણામ છે. ઇ10થી ઇ20 સુધીનો માર્ગ 2021માં જાહેર કરવામાં આવેલા રોડમેપ અને ઈન્ટર-મિનિસ્ટિરિયલ કમિટીની ચર્ચાઓ બાદ આગળ વધ્યો હતો. જોકે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્વીકાર્યું કે કેટલાક વાહનોમાં ઈ20 ઈંધણથી માઇલેજમાં 3-5 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. પરંતુ તેમણે ભાર મૂક્યો કે ચર્ચા માત્ર માઇલેજ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ. સરકારે ઇ-20ને અમલમાં મૂકતા પહેલા વાહન ઉત્પાદકો, કોમ્પોનેન્ટ સપ્લાયર્સ, પરીક્ષણ એજન્સીઓ, સંશોધન સંસ્થાઓ અને ટેકનિકલ નિષ્ણાતો સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ થઈ હતી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જો ઉત્પાદકો સંતોષમાં ન હોત, તો તેઓ ઈંધણને સમર્થન આપતા કે વાહનની વોરંટી માન્ય રાખતા નહીં. આજે લગભગ દરેક ઉત્પાદક ઈ20 માટે વોરંટી માન્ય રાખે છે, કારણ કે તેઓ આ પ્રક્રિયાનો ભાગ રહ્યા છે. ઈ20 અમલમાં મૂકતા પહેલા એન્જિન કેલિબ્રેશન, મટિરિયલ કમ્પેટિબિલિટી, ફ્યુઅલ સિસ્ટમ્સ, ટકાઉપણું, ડ્રાઈવેબિલિટી, ઉત્સર્જન અને ઈંધણ કાર્યક્ષમતા જેવા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઇ-20ના મુખ્ય લાભો • ઉચ્ચ ઓક્ટેન રેટિંગ: ઈંધણની ગુણવત્તા સુધરે છે. • એન્ટી-નૉક ગુણધર્મો: એન્જિનમાં ઝટકા ઓછા થાય છે. • ક્લીનર કમ્બશન: ધુમાડો અને પ્રદૂષણ ઘટે છે. • સ્મૂથ એક્સેલરેશન: વાહન ચલાવવાનો અનુભવ વધુ સરળ બને છે. • કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો: પર્યાવરણને અનુકૂળ.
ઈ20 ઈંધણથી માઇલેજમાં થોડો ઘટાડો, પણ લાભો વધુનો સરકારનો દાવો (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.