ગુજરાત સહિત દેશની સરકારી વેબસાઈટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્સમાં મોટા પાયે ફેરફારો સાથેની માર્ગદર્શિકા (Guidelines for Indian Government Websites) GIGW 3.0 જાહેર કરવામાં આવી છે, જેના કારણે વેબસાઇટ AI આધારિત પેજ લોડિંગથી લઈને ઓપન ડેટા ફોર્મેટ ની સાથે સુગમ, સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી બની જશે, તમામ સરકારી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન માટે Conformity to Quality Website (CQW) પ્રમાણપત્ર મેળવવું ફરિજયાત રહેશે. ગુજરાત સહિત ભારતમાં ડિજિટલ ટેકનોલોજીની વધતી વ્યાપકતા સાથે સરકાર હવે પોતાની વેબસાઇટો અને મોબાઇલ એપ્સને વધુ સુગમ, સુરક્ષિત અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે GIGW 3.0 નામે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા 2009 થી શરૂ થયેલી GIGW ગાઈડલાઈનનું આ ત્રીજું વર્ઝન છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક વેબસાઇટો અને એપ્સમાં લેઆઉટ, નેવિગેશન અને ટેક્નોલોજીમાં જોવા મળતી વિસંગતતા દૂર કરવા માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં ડિજિટલ સેવા સુધારણા માં NIC, STQC અને CERT-In નો સંયુક્ત પ્રયાસ રહ્યો છે, ખાસ કરીને GIGW 3.0 ને આ વખતે NIC સાથે STQC ડિરેક્ટોરેટ અને CERT-In નો પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેથી વેબસાઇટની ગુણવત્તા સાથે સાથે સાયબર સુરક્ષાનું પણ સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે. CERT-In ના તાજેતરના સાયબરસિક્યોરિટી અપડેટ્સ પણ આ માર્ગદર્શિકાનો ભાગ રહેશે. ** ગુજરાત સરકારે પણ પરિપત્ર બહાર પાડ્યો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દવારા પરિપત્ર જાહેર કરી રાજ્ય સરકારના તમામ વિભાગો તેમજ વિભાગ હસ્તકની સંસ્થાઓ/કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, બોર્ડ તથા નિગમોએ ફરિજયાતરૂપે પોતાની હાલની વેબસાઇટસ, વેબ પોર્ટલસ, વેબ એપ્લિકેશનઅને મોબાઇલએપ્લિકેશનનું GIGW 3.0 ની જોગવાઈઓના આધારે મૂલ્યાંકન કરી ખામીઓ તથા સુધારાની જરૂરીયાત ધરાવતા ક્ષેત્રોનીની ઓળખ કરી તથા GIGW 3.0 નું પાલન સુનિશ્ચિત કરવા સંબંધિત એજન્સીઓ કે જેમના દ્વારા આ વેબસાઇટસ, વેબ પોર્ટેલ્સ, વેબ એપ્લિકેશન તથા મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે,તેમને તાત્કાલિક અસરથી કામગીરી કરવા સુચના આપવાની રહેશે.
સરકાર પણ એઆઇના સહારે (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.