મુખ્ય  /  સમાચાર  /  ગ્રે બજારમાં ભારે હલચલઃ કેટલાક આઇપીઓ ભરાઇ જતા જ જીએમપી ક્રેશ થવા લાગ્યા

ગ્રે બજારમાં ભારે હલચલઃ કેટલાક આઇપીઓ ભરાઇ જતા જ જીએમપી ક્રેશ થવા લાગ્યા

બિઝનેસ12 Sep 2026 · 4:19 PM 147 વ્યૂઝ

ભારતીય શેરબજારમાં આઇપીઓની કતાર લાગી છે. જેમાં રોકાણકારોને લલચાવવા માટે ગ્રે બજારમાં ઉંચા પ્રીમિયમ હોય છે, પણ જેવો ઇશ્યૂ ભરાઇ જાય કે તરત જ આ આઇપીઓના ગ્રે બજારમાંથી પ્રીમિયમ નિમ્ન સ્તરે આવી જાય છે અને આવી કંપનીઓના આઇપીઓ નજીવા પ્રીમિયમથી અથવા ડિસ્કાઉન્ટમાં લિસ્ટીંગ થતા હોય છે, જેના લીધે રોકાણકારો છેતરાઇ રહ્યાનો અહેસાસ થતો જોવા મળે છે. હાલમાં વીગાલેન્ડ ડેવલપર્સનો આઇપીઓ ચાલી રહ્યો છે, જે આઇપીઓને બંધ થવામાં એક દિવસ બાકી છે અને આ આઇપીઓ એક ગણાથી વધુ છકલાઇ ગયો છે, ત્યારે 210 કરોડ રૂપિયાના આઇપીઓનું પ્રીમિયમ એક જ દિવસમાં ઘટીને રૂ. 15 બોલાઇ ગયું છે. જે અગાઉ રૂ. 25 સુધી પહોંચ્યું હતું. આ જ પ્રકારે રાકસન ટ્રાન્સફોર્મર્સનો આઇપીઓ 10મીએ ખુલ્યો હતો. જેનું બે દિવસમાં સબસ્ક્રીપ્સન નબળું રહ્યું છે. ગ્રે બજારમાં 11 ટકા પ્રીમિયમ બોલાઇ રહ્યું છે, ફણ હજુય એનઆઇઆઇ અને રિટેલ કેટેગરી સંપુર્ણ ભરાઇ નથી. રૂ. 110 કરોડનો એસએમઇ આઇપીઓમાં એક નવો ઇશ્યૂ અને ઓએફએસ સામેલ છે. જ્યારે આવનારા આઇપીઓમાં ગ્રે બજારમાં એનએસઇનું રૂ. 200 અને હીરો મોટર્સ લિ.નું રૂ. 24નું પ્રીમિયમ ચાલી રહ્યું છે.

ગ્રે બજારમાં ભારે હલચલઃ કેટલાક આઇપીઓ ભરાઇ જતા જ જીએમપી ક્રેશ થવા લાગ્યા (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા