સોના સાથેના સંબંધો બદલાઇ રહ્યા છે, સોનાની આગામી તેજી માત્ર જવેલર્સ નહીં પણ Gen-Zનો મોટો હાથ જોવા મળશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના નવા રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતમાં સોનાની આગામી મોટી તેજી જવેલરીની ખરીદી જ નહીં, પરંતુ ટેકનોલોજી, ડિજિટલ ફાઇનાન્સ અને નવા યુગના રોકાણ ઉત્પાદનો પણ હશે. ડબલ્યુજીસીનો રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાની કિંમતોમાં વધારો થયો છે. લોકોની ખરીદીની આદતમાં પરિવર્તન આવ્યું છે. જોકે, ભારતમાં લોકો હજુય પણ જવેલરી પર ઘણા પૈસા ખર્ચ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ભારતના લોકો પાસે 31 હજાર ટન સોનુ છે. જેની અંદાજિત કિંમત રૂ. 315 લાખ કરોડ થાય છે, એટલે કે 3.4 ટ્રિલિયન ડોલર છે. જે પૈકી મોટાભાગનું સોનુ ઘરોમાં નિષ્ક્રિય પડયું છે. આ કારણે ભારતમાં સૌથી ઓછી ઉપયોગમાં લેવાતી સંપત્તિ છે પણ તેનું મહત્વનું યોગદાન છે. ડબલ્યુજીસીના જણાવ્યા અનુસાર 1997 અને 2012ની વચ્ચે જન્મેલા લોકો સોનાને માત્ર વારસાગત સંપત્તિ તરીકે જોતા નથી. તે સોનાની પ્રવાહિતા અને ડિજિટલ એકસેસ જેવી બાબતો પર પણ ભાર મુકે છે. આ જ કારણ છે કે તેઓ માત્ર ભૌતિક જવેલરીને બદલે ડિજિટલ ગોલ્ડ અને ટેકનોલોજી આધારિત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડકટસમાં વધુ રસ દાખવી રહ્યા છે. યુવા રોકાણકારો સોનામાં રોકાણ કરતા પહેલા ઓનલાઇન રિસર્ચ કરે છે. એક અંદાજ મુજબ 2035 સુધીમાં Gen-Zનો ગ્રાહક ખર્ચ અંદાજે 2 લાખ કરોડ ડોલર સુધી પહોંચી શકે છે, જેની અસર ભવિષ્યમાં ભારતના સોનાના બજાર ઉપર જોવા મળશે.
સોનાની આગામી તેજીમાં Gen-Z મોટો હાથ રહેશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.