રેપિડો, ઓલા અને ઉબેરની નીતિઓના વિરોધમાં આજથી અમદાવાદ શહેરના રિક્ષા અને ટેક્સી ચાલકોએ ચાર દિવસની હડતાળ શરૂ કરી છે. આ હડતાળના પગલે સામાન્ય નાગરિકોને મુસાફરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમદાવાદ શહેરમાં આજથી લઇને 10 સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર અને સાંણદ વિસ્તારમાં અંદાજે 2 લાખ જેટલી રિક્ષા અને ટેક્સીઓ રસ્તા પર જોવા મળશે નહીં. જોકે, વિદ્યાર્થીઓને શાળામાં મુકવા જતી રિક્ષા અને સ્કુલ વાન સેવાઓ હડતાળથી દુર રહેશે. એટલે કે બાળકોના વાહન રાબેતા મુજબ ચાલુ રહેશે. રિક્ષા ચાલકોએ ઓનલાઇન કંપનીઓ સામે આ હડતાળ પાડી છે. જેઓ ગ્રાહકોને આકર્ષવા માટે ગળાકાપ હરિફાઇ કરી રહી છે. જેના કારણે ચાલકોને ખૂબ જ ઓછું ભાડું આપવામાં આવે છે. એકબાજું સીએનજીના સતત વધી રહેલા ભાવોની સામે કંપનીઓ ડ્રાઇવરોને કિલોમીટરના માત્ર રૂ. 8થી 10 જ ચુકવે છે. રિક્ષા અને ટેક્સી ચાલકોએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે, હાલમાં આ હડતાળ અમદાવાદ, ગાંધીનગર અને સાંણદ સુધી જ છે, જે ચાર દિવસ સુધી ચાલશે, પણ જો આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો સમગ્ર ગુજરાત સુધી વિસ્તારાશે. એટલું જ નહીં, વિશાળ રેલી યોજીને આરટીઓ અને ગાંધીનરમાં સરકારી કચેરીઓનો ઘેરાવ કરવાની તૈયારી કરી રહ્યા
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની ચાર દિવસની હડતાળ શરૂ (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.