મુખ્ય  /  સમાચાર  /  ફોર્ચ્યુન ઇન્ડિયામાં ટોપ-100માં 56 અબજોપતિની સંપત્તિ વધી, 31ની ઘટી

ફોર્ચ્યુન ઇન્ડિયામાં ટોપ-100માં 56 અબજોપતિની સંપત્તિ વધી, 31ની ઘટી

બિઝનેસ12 Sep 2026 · 4:23 PM 159 વ્યૂઝ

ફોર્ચ્યુન ઇન્ડિયાએ દેશના ટોપ-100 અબજોપતિઓની જાહેર કરેલી યાદીમાં દેશના બે ટોચના અમીર અદાણી-અંબાણીની સંપત્તિમાં એક વર્ષમાં રૂ. 1.41 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. આમ છતાં, મુકેશ અંબાણી પ્રથમ અને ગૌતમ અદાણી બીજા ક્રમે છે. ટોપ-100માં સમાવિષ્ટ 30 ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિમાં રૂ. 4.26 લાખ કરોડનો ઘટાયો થયો છ. જેમાં મુકેશ અંબાણી સંપત્તિમાં 82 હજાર કરોડ રૂપિયા અને ગૌતમ અદાણીની સંપત્તિમાં રૂ. 59 હજાર કરોડનો ઘટાડો થયો છે. બીજી તરફ, 56 ઉદ્યોગપતિઓની સંપત્તિમાં રૂ. 7.70 લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે 31ની સંપત્તિમાં ઘટાડો થયો છે. એટલું જ નહીં, આ વર્ષે 13 લોકો પ્રથમ વખત ફોર્ચ્યુન ઇન્ડિયા ટોપ-100માં આવ્યા છે. સાવિત્રી જિન્દાલની સંપત્તિમાં એક લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે શ્યામ ભારતી અને હરિ ભારતની સંપત્તિમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ 78 ટકાનો વધારો થયો છે.

ફોર્ચ્યુન ઇન્ડિયામાં ટોપ-100માં 56 અબજોપતિની સંપત્તિ વધી, 31ની ઘટી (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા