મુખ્ય  /  સમાચાર  /  આર્જેન્ટિનાના પૂર્વ કેપ્ટન મેસીને સ્પેને પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ એવોર્ડથી સન્માનિત કર્યા

આર્જેન્ટિનાના પૂર્વ કેપ્ટન મેસીને સ્પેને પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ એવોર્ડથી સન્માનિત કર્યા

રમતગમત24 Oct 2026 · 10:02 AM 52 વ્યૂઝ

આર્જેન્ટિનાના ફૂટબોલ લેજન્ડ ખેલાડી લાયોનેલ મેસીનું સ્પેનમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઓલિડે ખાતે 2022 ફિફા વર્લ્ડ કપ વિજેતાને જોવા માટે સેંકડો ચાહકો એકઠા થયા હતા, જ્યાં તેને પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રેરિયસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. Olympics.com અનુસાર, ઇન્ટર મિયામીનો ફોરવર્ડ મેસી તેની પત્ની એન્ટોનેલા રોક્યુલોસ સાથે પહોંચ્યો હતો. તેમણે હોટલની બહાર ચાહકો સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ આપ્યા. આ સન્માન રમતગમતની હસ્તીઓને તેમની પ્રખ્યાત કારકિર્દી અને તેમની રમતના ક્ષેત્રની બહાર કરવામાં આવેલા યોગદાન માટે આપવામાં આવે છે.

આર્જેન્ટિનાના પૂર્વ કેપ્ટન મેસીને સ્પેને પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયાસ એવોર્ડથી સન્માનિત કર્યા (રમતગમત) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા