મીડલ ઇસ્ટના તણાવના કારણે એલપીજી પુરવઠો તંગ રહેતા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા નવા એલપીજી કનેકશન આપવાનું બંધ કરવાની સાથે સરકાર તરફથી પીએનજી તરફ પ્રોત્સાહિત કરવા પર ભાર મુક્યો હોવાથી દેશમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે. જે એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં દેશમાં એલપીજી વપરાશકર્તાઓના ઘરોની સંખ્યા આશરે 62 લાખ ઘટી છે. ઇરાન યુદ્ધના કારણે પુરવઠામાં વિક્ષેપ પડ્યો હતો. જેના કાણે ઓઇલ કંપનીઓએ નવા જોડાણો બંધ કરવા અને હાલના જોડાણનો સમયોજિત કરવા પડ્યા હતા. એક અહેવાલમાં પેટ્રોલિયમ મંત્રાલયના ડેટામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા એપ્રિલની શરૂઆતમાં 333.9 મિલિયનથી ઘટીને સપ્ટેમ્બરની શરૂઆતમાં 327.87 મિલિયન થઇ છે. ગરીબ પરિવારો માટે શરૂ કરાયેલી ઉજ્જવલા યોજના હેઠળ ગ્રાહકોની સંખ્યા પણ આશરે છ લાખ ઘટીને 105.7 મિલિયન થઇ ગઇ છે. એલપીજી ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો એવા સમયે થયો છે, જ્યારે ઇરાન યુદ્ધના કારણે ગલ્ફ ક્ષેત્રમાંથી એલપીજી પુરવઠો મર્યાદિત હતો. પુરવઠાની અછત વચ્ચે, ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ નવા કનેકશન આપવાનું બંધ કરી દીધુ હતું. જ્યારે જે કંપનીના નિષ્ક્રિય ગ્રાહકો હતા તેને દુર કરવા માટે આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણીનો આશરો લીધો છે. ભારતમાં એલપીજી ગ્રહાકોની સંખ્યા છેલ્લા દાયકામાં સતત વધી રહી હતી, 2015-16ની શરૂઆતમાં સક્રિય એલપીજી ગ્રાહકોની સંખ્યા 148.6 મિલિયનથી વધીને ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં 333.9 મિલિયન થઇ ગઇ હતી. બીજી તરફ, નાણાકીય વર્ષમાં જુલાઇ સુધીમાં આશરે 60 હજાર એલપીજી ગ્રાહકો ઉમેરાયા હતા, જેથી કુલ સંખ્યા 17.5 મિલિયન થઇ છે. જેમાં એલપીજી તરફ સ્વીચ કરનારા 6.2 મિલિયન ગ્રાહકોમાંથી છઠ્ઠા ભાગના ગ્રાહકો પીએનજીના ધરાવનારા હતા. દક્ષિણ ભારતમાં 2.63 મિલિયન, પશ્ચિમ ભારતમાં 1.62 મિલિયન, પુર્વ ભારતમાં 3.4 મિલિયન અને ઉત્તર ભારતમાં 1.5 મિલિયન ગ્રાહકો ઘટયા હતા.
10 વર્ષમાં પ્રથમ વખત એલપીજી ગ્રાહકોની સંખ્યા ઘટી (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.