અમેરિકન સેનેટે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ અને કુદરતી ગેસ ખરીદતા દેશો સામે કડક આર્થિક કાર્યવાહીનો માર્ગ ખોલતું લિન્ડેસે ઓ, ગ્રાહક સેકશનીંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026 બિલને મંજુરી મળી ગઇ છે. જે સેનેટમાં 86 સામે 11 મતોથી પસાર થઇ ગયું છે. બિલ કાયદો બનશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન ઉર્જા ખરીદતા દેશો ઉપર અમેરિકામાં આવતી ચીજવસ્તુઓ પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાની સત્તા મળી જશે. જેમાં ભારત અને ચીન સહિત મોટા રશિયન ક્રુડ ખરીદનારાઓને સીધી અસર પડશે. અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેન યુદ્ધને લઇને ચાલી રહેલા આર્થિક અને રાજદ્વારી સંઘર્ષમાં હવે ભારત જેવા દેશો માટે પણ એક નવો પડકાર ઉભો થયો છે. અમેરિકન સેનેટે રશિયાની ઉર્જા આવક પર દબાણ વધારવા માટે તૈયાર કરાયેલા એક વ્યાપક પ્રતિબંધ બિલને ભારે બહુમતિથી મંજુરી આપી છે. આ કાયદાથી અમેરિકા રશિયાના મોટા ખરીદનારા દેશોને રોકીને આર્થિક ફટકો મારવાનો છે, તેની સાથે આ ખરીદદાર દેશો ઉપર 100 ટકા સુધીના ટેરિફનો ઝટકો પણ મારી શકે છે. જેથી મોસ્કોની અર્થવ્યવસ્થાને ટેકો આપતા દેશો પર આર્થિક દબાણ વધારવાનો છે. આ બિલનો સૌથી ચર્ચાસ્પદ ભાગ રાષ્ટ્રપતિને આપવામાં આવતી ટેરિફની સત્તા છે. જો બિલ કાયદો બને અને ટ્રમ્પ આ સત્તાનો ઉપયોગ કરે, તો અસરગ્રસ્ત દેશોમાંથી અમેરિકામાં આયાત થતી ચીજવસ્તુઓ ઉપર 100 ટકા વધારાનો ટેરિફ લગાવી શકાય છે. જોકે, આ કાયદો રાષ્ટ્રપતિને સત્તા આપે છે, તેથી તાત્કાલિક રીતે 100 ટકા ટેરિફ લાગુ થશે નહીં. પણ ભારત માટે આફત બની શકે છે.
ભારત ઉપર વધારાના 100 ટકા ટેરિફ લાગવાનો ભય? (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.