મુખ્ય  /  સમાચાર  /  ગુગલને ડિજિટલ માર્કેટ એક્ટના ભંગ બદલ યુરોપિયન યુનિયનની આકરી કાર્યવાહી

ગુગલને ડિજિટલ માર્કેટ એક્ટના ભંગ બદલ યુરોપિયન યુનિયનની આકરી કાર્યવાહી

ટોપ સ્ટોરીઝ25 Jul 2026 · 12:40 PM 155 વ્યૂઝ

ટેકનોલોજી જાયન્ટ ગુગલ સામે યુરોપિયન યુનિયને ડિજિટલ માર્કેટ એક્ટના ભંગ બદલ આકરી કાર્યવાહી કરી છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું અને આકરૂં પગલું કહેવાય છે. ડિજિટલ માર્કેટ એક્ટના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ યુરોપિયન કમિશને ગુગલને 890 મિલિયન યુરો એટલે કે એક બિલિયન ડોલર એટલે કે 8300 કરોડથી પણ વધુનો દંડ ફટકાર્યો છે. ગુગલ શોપીંગ, ટ્રાવેલ અને હોટલ સેવાઓને સર્ચ રિઝલ્ટમાં અન્યાયી પ્રાધાન્ય આપીને અન્ય સ્પર્ધકોના બિઝનેસને નુકશાન પહોંચાડી રહ્યું હોવાનો આરોપ સિદ્ધ થયો છે. કમિશને ગુગલની સર્ચ સંબોધિત પક્ષપાતી નીતિઓ માટે 570 મિલિયન યુરો અને ગુગલ પ્લે સ્ટોરના ગેરવાજબી નિયંત્રણો માટે 430 મિલિયન યુરોનો દંડ નિર્ધારિત કર્યો છે. યુરોપિયન કમિશનના તારણ મુજબ ગુગલ પોતાના સર્ચ એન્જિનનો દુરઉપયોગ કરીને થર્ડપાર્ટી સેવાઓની તુલનામાં પોતાની શોપીંગ, હોટલ, પરિવહન અને સ્પોર્ટસ સેવાઓને સર્ચ રિઝલ્ટમાં સૌથી ઉપર દર્શાવતું હતું. આ ઉપરાંત, ડિજિટલ માર્કેટ એક્ટ અનુસાર પ્લે સ્ટોર પર એપ ઓફર કરનાર ડેવલપર્સને પોતાના ગ્રાહકો સાથે મુક્તપણે વાતચીત કરવા તથા પ્લે સ્ટોર બહારના સસ્તા વિકલ્પો આપવાની સંપુર્ણ આઝાદી મળવી જોઇએ, પરંતુ ગુગલે એપ ડેવલપર્સ પર કરારબદ્ધ પ્રતિબંધો લાદીને ગ્રાહકોને અન્ય પ્લેટફોર્મ પર જતા અટકાવ્યા હતા, જે કયાદાનો સીધો ભંગ કહી શકાય.

ગુગલને ડિજિટલ માર્કેટ એક્ટના ભંગ બદલ યુરોપિયન યુનિયનની આકરી કાર્યવાહી (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા