મુખ્ય  /  સમાચાર  /  દરેક વિધાનસભા બેઠકમાં 1.75 લાખ મતદારો રહેશે

દરેક વિધાનસભા બેઠકમાં 1.75 લાખ મતદારો રહેશે

ટોપ સ્ટોરીઝ14 Jul 2026 · 3:53 PM 137 વ્યૂઝ

દેશમાં રાજકીય ભૂગોળ બદલવા માટે સીમાંકન પંચ બનાવવામાં આવ્યું છે, જેના માધ્યમથી દેશની લોકસભા અને વિધાનસભા ની બેઠકોનું સીમાંકન કરવામાં આવે છે,જેમાં 10 લાખ ની વસ્તી એ લોકસભા અને 1.75 લાખ ની વસ્તી એ વિધાનસભા ની રચના કરવામાં આવે છે, આ અગાઉ લોકસભા-વિધાનસભાની અલગ અલગ બેઠકો પર મતદારોની સંખ્યામાં ભારે વિસંગતતા હતી, જેમકે કોઈ એક વિધાનસભા બેઠક પર 1 લાખ જેટલા મતદારો હોય તો બીજી કોઈ બેઠક પર 3 લાખથી વધુ મતદારો હતા, જેને બેલેન્સ કરવા માટે સ્વતંત્ર સીમાંકન પંચ ની રચના કરવામાં આવી હતી.સીમાંકન એટલે દેશ કે રાજ્યમાં કાયદાકીય સંસ્થા ધરાવતાં મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા નક્કી થાય છે કે, વિધાન મંડળમાં કેટલા સભ્યો હોવા જોઈએ, જેથી જનતાને સુવિધા મળી શકે.સીમાંકન માટે વસ્તી ગણતરીનો અહેવાલ જરૂરી છે. એટલે કે વસ્તી ગણતરીના અહેવાલ વગર સીમાંકન થઈ શકે નહીં.

દરેક વિધાનસભા બેઠકમાં 1.75 લાખ મતદારો રહેશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા