અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમતી મેળવી લીધી છે. જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 224 બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. હાઉસમાં કુલ 435 બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 228 બેઠકો જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 139 બેઠકો જીતી છે. સેનેટની 100 બેઠકોમાંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. આંકડા મુજબ, અત્યાર સુધીમાં 33 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે.આ પૈકી ડેમોક્રેટિક પાર્ટીએ 20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠકો જીતી છે. બાકીની 2 બેઠકો પર મતગણતરી ચાલુ છે. આ પરિણામોને જોડીને ડેમોક્રેટિક પાર્ટી પાસે 54 અને રિપબ્લિકન પાર્ટી પાસે 44 બેઠકો છે.ગવર્નરશીપ માટેની કુલ 36 બેઠકોમાંથી 34 રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. 22 ડેમોક્રેટ્સ અને 12 રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. 2 રાજ્યોમાં મતગણતરી ચાલુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ મિડટર્મ ચૂંટણીમાં નિષ્ફળ: ડેમોક્રેટ્સે હાઉસ અને સેનેટ જીત્યા (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.