મુખ્ય  /  સમાચાર  /  કરોડોનું ફુલેકું ફેરવીને ઓસિયા મોલના ધીરેન્દ્ર ચોપરા અને કવિતા ચોપરા વિદેશ નાસી છૂટયા

કરોડોનું ફુલેકું ફેરવીને ઓસિયા મોલના ધીરેન્દ્ર ચોપરા અને કવિતા ચોપરા વિદેશ નાસી છૂટયા

ટોપ સ્ટોરીઝ 30 Oct 2026 · 9:30 AM 63 વ્યૂઝ

સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને ઓસિયા મોલના ધીરેન્દ્ર ચોપરા અને તેમના પત્ની કવિતા ચોપરા વિદેશ નાસી છૂટયા છે. આ સંદર્ભમાં સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. સરકાર પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ આરોપીઓએ 267 વેપારીઓ પાસેથી માલ મેળવીને રૂ. 250 કરોડથી વધુની રકમ ચુકવી નથી, એટલું જ નહીં, એનસીએલટીમાં પણ આ આરોપીઓ વિરૂદ્ધ રૂ. 634 કરોડના કલેઇમ છે. માત્ર અમદાવાદ કે ગુજરાત નહીં અનેક રાજ્યોમાં પણ છેતરપીંડી આચરી છે. ઓસિયા હાયપર રિટેલ લિ.ના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. શરૂઆતમાં મુળ ફરિયાદ રૂ. 4.43 કરોડની છેતરપીંડીની વાત હતી, પણ તપાસ કરતા આ આંકડો રૂ. 250 કરોડને પાર નીકળી ગયો છે.

કરોડોનું ફુલેકું ફેરવીને ઓસિયા મોલના ધીરેન્દ્ર ચોપરા અને કવિતા ચોપરા વિદેશ નાસી છૂટયા (ટોપ સ્ટોરીઝ ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા