મુખ્ય  /  સમાચાર  /  અમદાવાદમાં લકઝરી મકાનોની માગ વધી

અમદાવાદમાં લકઝરી મકાનોની માગ વધી

રિયલ એસ્ટેટ6 Oct 2026 · 2:21 PM 144 વ્યૂઝ

ઘરનું ઘર એક સપનું હોય છે, જે દરેકને સાકાર થઇ શકતું નથી. મીડલ ઇસ્ટના યુદ્ધની અસર રિયલ એસ્ટેટ સેકટર પર જોવા મળી છે અને બાંધકામ સામગ્રીના વધેલા ભાવની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન ગુજરેરામાં કુલ 756 નવા પ્રોજેકટસ નોંધાયા છે, જે પાછલા બે વર્ષની સરખામણીએ ઓછા છે. ગુજરેરાના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં રાજ્યમાં 1606 નવા પ્રોજેક્ટ હતા, જ્યારે 2024-25માં આ આંકડો 1818નો હતો. પ્રથમ છ મહિનાના આંકડા દર્શવે છે કે ખર્ચમાં ફેરફાર અને ગ્રાહકોની પસંદગી બદલવાને કાણે ડેવલપર્સ નવા લોન્ચીગ બાબતે વધુ સાવચેતી વર્તી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં નવા રજિસ્ટ્રેશનમાં અમદાવાદ 217 પ્રોજેક્ટસ સાથે રાજયમાં મોખરે રહ્યું હતું. સુરત 180 પ્રોજેક્ટસ સાથે બીજા ક્રમે રહ્યું છે, બાદમાં વડોદરામાં 81 પ્રોજેકટસ, ગાંધીનગરમાં 71, ભાવનગરમાં 59 અને રાજકોટમાં 41 નવા પ્રોજેક્ટસ નોંધાયા છે. આમ, રાજકોટથી ભાવનગર આગળ નીકળી ગયું છે. આમ, નવા પ્રોજેક્ટસ સંદર્ભે ડેવલપર્સ સાવચેતી દાખવી રહ્યા છે. રિપોર્ટમાં એવું પણ દર્શાવાયું છે કે, અમદાવાદના રેસિડેન્શીયલ માર્કેટમાં 14300 હાઉસીંગ યુનિટનું વેચાણ નોંધાયું છે, જે 2025ના સમાન ગાળામાં 14064 યુનિટસ કરતા 2 ટકા વધુ છે. આ વધારો 2018 પછીના પ્રથમ નવ મહિનાનું શહેરનું સર્વશ્રેષ્ઠ વેચાણ પ્રદર્શન દર્શાવે છે. જોકે, ગ્રાહકોની માગ પ્રીમિયમ અને વધુ કિંમતના ઘરો તરફ વળી રહી છે. એક કરોડથી વધુની કિંમતના ઘરોનું વેચાણ 16 ટકા વધીને 3885 યુનિટ થયું છે. જેનાથી તેનો હિસ્સો 24 ટકાથી વધીને 27 ટકા થઇ ગયો છે.

અમદાવાદમાં લકઝરી મકાનોની માગ વધી (રિયલ એસ્ટેટ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા