અમેરિકામાં મધ્યવર્તી ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના પરાજય અને ડેમોક્રેટિક પાર્ટીની જંગી જીતથી અબજોપતિઓની સંપત્તિમાં ઉથલપાથલ જોવા મળી છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ લિસ્ટમાં મસ્કની સંપત્તિમાં 79.7 બિલિયન એટલે કે રૂ. 7.53 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ઓરેકલના સહસ્થાપક લેરી એલિસનની સંપત્તિમાં 10.1 બિલિયન એટલે કે 95.400 કરોડનો ઘટાડો થયો છે. એટલું જ નહીં, એઆઇના બાદ ટેક જાયન્ટોનું વર્ચસ્વ વધ્યું હતું. આ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ટોપ 500 અબજોપતિઓની કુલ સંપત્તિમાં 36 ટકા સુધી હિસ્સો ધરાવતા હતા. એનવીડિયાના સીઇઓ જેન્સન હુઆંગની સંપત્તિમાં 15.1 બિલિયન એટલે કે રૂ. 1.43 લાખ કરોડનો ઘટાયો થયો છે. તેમની સંપત્તિ 150.9 બિલિયન ડોલર થઇ ગઇ છે અને તેઓ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના ટોપ 10ની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. જેઓ 9માં સ્થાનેથી 13 સ્થાને આવી ગયા છે. જ્યારે જીમ વોલ્ટન હવે હુઆંગની બદલે ટોપ 10 ધનિકોની યાદીમાં સમાવેશ થયો છે. વોલ્ટનની કુલ સંપત્તિ 155 બિલિયન ડોલરની થઇ છે. આ વર્ષે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર બનેલા ઇલોન મસ્કને હવે 800 બિલિયન ડોલરથી ઓછું નુકશાન થયું છે. તેમની કુલ સંપત્તિ હાલમાં 785 બિલિયન ડોલર છે. ઇલોન મસ્કની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો ટેસ્લા અને સ્પેસએક્સના શેરમાંથી આવે છે. અમેરિકાના બજારોના ઘટાડાના કારણો પૈકી મુખ્ય કારણમાં યુએસ કોંગ્રેસના બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીનું વર્ચસ્વ છે. જેઓ ડેટા સેન્ટરના બાંધકામ પર વધુ નિયંત્રણો લાવી શકે છે. એઆઇનાવિકાસ માટે ડેટા સેન્ટર્સ મહત્વપુર્ણ છે. જેના લીધે ગુરૂવારે એનવીડિયાના શેરમાં 9.3 ટકા, સ્પેસએક્સમાં 9 ટકા અને ઓરેકલમાં 6.9 ટકાનો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, એનવીડિયા એઆઇ માટે ઉચ્ચ પ્રદર્શન ચિપ્સનું વિશ્વનું અગ્રણી ઉત્પાદક છે. ઇલોન મસ્કનું સ્પેસએક્સ તેના પોતાના એઆઇ મોડલ અને ડેટા સેન્ટર્સ પર કામ કરી રહ્યું છે, જ્યારે લેરી એલિસનનું ઓરેકલ અન્ય કંપનીઓને કમ્પ્યુટીંગ પાવર પુરૂં પાડે છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સની સુચિબદ્ધ વિશ્વના 500 સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિમાં ગુરૂવારે 185 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. બ્લુમબર્ગના મતે 2012માં ઇન્ડેક્સ લોન્ચ થયા પછી આ 14મો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.
ટ્રમ્પની હાર બાદ અબજોપતિઓની યાદીમાં ઉથલપાથલ (ન્યૂઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.