કેનેડા સરકારે ઇમીગ્રેશન પોલિસીમાં ફેરફાર કર્યા છે. જે મુજબ પેરેન્ટસ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટસ પ્રોગ્રામની અરજીઓ હાલ પુરતી બંધ કરવામાં આવી છે. ઇમીગ્રેશન વિભાગે જાહેરાત કરી છે કે, આગામી સુચના સુધી, ન તો નવા ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર ફોર્મ સ્વીકારવામાં આવશે કે ન તો નવા અરજદારોને પીઆર સ્પોન્સરશીપ માટે અરજી કરવાની તક આપવામાં આવશે. આ કેનેડામાં રહેતા હજારો પરિવારો માટે મોટો ઝટકો છે. તેઓ હવે તેમના માતાપિતા-દાદા દાદી માટે કાયમી રહેઠાણ સુરક્ષિત કરવા માટે પીજીપી હેઠળ નવી અરજીઓ સબમીટ કરી શકશે નહીં. જોકે, સરકારે કહ્યું કે, અગાઉ જેઓએ પીજીપી અરજી કરી હોય તે પેકી 2026માં આશરે 15 હજાર લોકોને કેનેડિયન કાયમી નિવાસ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સરકારે સંભવિત અરજદારોને માતા-પિતા અને દાદા-દાદી સુપર વિઝા પર વિચાર કરવાની સલાહ આપી છે. આ વિકલ્પ માતા-પિતા અને દાદા-દાદીને લાંબા સમય સુધી કેનેડામાં રહેવાની મંજૂરી આપી છે.
કેનેડિયન સરકારે વિઝા પોલિસી બદલી, પેરેન્ટસ-ગ્રાન્ડ પેરેન્ટસ માટે સુપર વિઝા (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.