મુખ્ય  /  સમાચાર  /  બીએલએસ પોલિમર્સ લિમિટેડનો આઇપીઓ 27મીએ ખુલશે

બીએલએસ પોલિમર્સ લિમિટેડનો આઇપીઓ 27મીએ ખુલશે

ટોપ સ્ટોરીઝ25 Oct 2026 · 10:14 AM 73 વ્યૂઝ

કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમ્પાઉન્ડ્સના વિવિધ ગ્રેડના ઉત્પાદક બીએલએસ પોલિમર્સ લિમિટેડે જાહેર કર્યું છે કે કંપનીનો આઇપીઓ 27મી ઓક્ટોબરે ખુલશે, જે 29 ઓક્ટોબરે બંધ થશે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 255 કરોડ એકત્ર કરશે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 142થી 150 નિર્ધારિત કરાયો છે તેમજ લધુત્તમ 100 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 100 શેર્સના ગુણાંકમાં બીડ કરવાની રહેશે, જેમાં પ્રતિ ઇક્વિટી શેરની મૂળ કિંમત રૂ. 10 છે. યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર અને કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર છે. કંપની આ ભંડોળમાંથી વિસ્તરણ અને વર્કીગ કેપિટલ પાછળ મહત્તમ ભંડોળનો ઉપયોગ કરશે. બાકીના ભંડોળનો કોર્પોરેટ હેતુ પાછળ ખર્ચ કરશે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની ટેલિકોમ્યુનિકેશન, પાવર, રેલવે, વોટર, ઓઇલ અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન જેવી વિવિધ મહત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીઝને સેવા આપતા કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમ્પાઉન્ડ્સના વિવિધ ગ્રેડનું ઉત્પાદન કરે છે. ભારતમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની કામગીરી ઉપરાંત બીએલએસ પોલિમર્સે સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, યુએઇ, યુએસએ, તુર્કી, ઓમાન, ઝામ્બિયા, જર્મની, કતર, રોમાનિયા, ચીન અને પોલેન્ડ સહિત 13 દેશોમાં નિકાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની ઉપસ્થિતિ સ્થાપિત કરી છે.

બીએલએસ પોલિમર્સ લિમિટેડનો આઇપીઓ 27મીએ ખુલશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા