મુખ્ય  /  સમાચાર  /  અમદાવાદમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા

અમદાવાદમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા

Top Stories27 Oct 2026 · 6:48 PM 67 વ્યૂઝ

કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ અને સીજેપી દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનના જવાબમાં ભાજપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદમા આ યાત્રા યોજાઇ છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય નેતાઓ એ વિશાળ પદયાત્રામાં હાજરી આપી હતી.આ યાત્રામાં પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યો, તેમજ સંગઠનના હોદ્દેદારો જોડાયા છે. આ પદયાત્રા નવાવાડજ વ્યાસવાડી ચાર રસ્તા ખાતે ભગવાન પરશુરામની પ્રતિમા પાસેથી સુભાષબ્રિજ સુધી (લગભગ 1 થી 1.5 કિલોમીટર) યોજાઈ છે. યાત્રાને કારણે અખબારનગર સર્કલથી રાણીપ ડી-માર્ટ થઈને આરટીઓ સુધીનો બંને તરફનો રસ્તો વાહનચાલકો માટે બંધ રાખવામાં આવ્યો હતો અને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા હતા ભાજપ દ્વારા ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને સુરતમાંથી આ પદયાત્રાનું આયોજન કરાયું છે આ પદયાત્રા થકી ભાજપ સમગ્ર રાજ્યમાં એકતાનો સંદેશ આપવા માંગે છે.

અમદાવાદમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા