મુખ્ય  /  સમાચાર  /  ગુજરાતમાં વિધાનસભાની બેઠકો 182 થી વધી ને 210 સુધી થશે.28 ધારાસભ્ય વધશે..

ગુજરાતમાં વિધાનસભાની બેઠકો 182 થી વધી ને 210 સુધી થશે.28 ધારાસભ્ય વધશે..

ટોપ સ્ટોરીઝ14 Jul 2026 · 3:39 PM 178 વ્યૂઝ

દેશમાં ચાલી રહેલી વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભા બેઠકના નવા સીમાંકન સાથે રાજકીય ગણિત બદલાઈ જશે, જેમાં ગુજરાત વિધાનસભાની હાલની કુલ 182 બેઠકોમાંથી વધીને 210 થશે, એટલે કે 28 બેઠકો વધશે,જેમાં પણ મહિલા અનામતનો કાયદો પસાર થયા બાદ 33% બેઠકો મહિલા માટે અનામત રહેશે,નવા સીમાંકનની પ્રક્રિયા 2028 માં પૂર્ણ થઈ શકે છે પરિણામે 2027 ની વિધાનસભા ચૂંટણી 182 બેઠકોના આધારે જ યોજાશે. ગુજરાતમાં છેલ્લે 1975 માં 182 વિધાનસભા બેઠકો નક્કી થઈ હતી, તે પછી 2001 ની વસ્તી ગણતરીના આધારે 2008માં સીમાંકન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાની બેઠકો માં ફેરબદલ થયો હતો,પણ સંખ્યા 182 જ રહી હતી.હવે 2025 ની વસ્તી ગણતરી પછીના નવા સીમાંકન માં વિધાનસભા ની બેઠક 182થી વધી 210 થઈ શકે છે. એટલે કે 27વર્ષ બાદ ગુજરાતમાં વિધાનસભાની બેઠકોનો વધારો થશે. નવા સીમાંકન ની સાથે સાથે લોકસભા અને વિધાનસભા માં 33%મહિલા અનામત અંગેનો કાયદો પણ પસાર કરવાની સરકારે તૈયારીઓ કરી દીધી હોવાથી નવા સીમાંકન માં મહિલા અનામત બેઠકો પણ જાહેર થશે, હાલ માં ગુજરાતમાં 182 બેઠકો માંથી 13 મહિલા ધારાસભ્યો છ.

ગુજરાતમાં વિધાનસભાની બેઠકો 182 થી વધી ને 210 સુધી થશે.28 ધારાસભ્ય વધશે.. (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા