મુખ્ય  /  સમાચાર  /  દિવાળી પુર્વે જ અમુલે ઝટકો આપ્યો, ઘીમાં અને બટરમાં ભાવ વધાર્યા

દિવાળી પુર્વે જ અમુલે ઝટકો આપ્યો, ઘીમાં અને બટરમાં ભાવ વધાર્યા

ટોપ સ્ટોરીઝ4 Nov 2026 · 8:04 PM 49 વ્યૂઝ

તહેવારોની સિઝનમાં જ સામાન્ય પ્રજાને વધુ એક ફટકો પડ્યો છે. ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. જેમાં દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમુલે દિવાળીના તહેવાર પુર્વે જ ઘી અને બટરના ભાવમાં ધરખમ વધાર ઝીંકી દીધો છે. અમુલ દ્વારા કરવામાં આવેલા નવા ભાવ વધારા મુજબ 1 કિલો ઘીના પેકેટ પર સીધો રૂ. 50નો વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે અમુલ ઘીનો ભાવ રૂ. 680 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, 500 ગ્રામ બટરના પેકેટના ભાવમાં રૂ .15નો વધારો કરવામાં આવ્યો છે, જેથી બટરનો નવો ભાવ રૂ. 325નો થઇ ગયો છે. તહેવારોમાં મીઠાઇઓ અને પકવાનો બનાવવા માટે ઘી અને બટરનો વપરાશ વધી જતો હયો છે, ત્યારે આ ભાવવધારાથી ગ-હિણીઓનું બજેટ સંપુર્ણ ખોરવાઇ ગયું છે. કંપનીઓના વર્તુળોના જણાવ્યા અનુસાર, ઘીના ભાવ વધવા અને સપ્લાય ખોરવાયા પાછળ માગમાં થયેલો અચાનક અને ભારે ઉછાળો મુખ્ય જવાબદાર કારણ છે. તાજેતરમાં ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં નકરી ઘી વિરૂદ્ધ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા છ મહિના દરમ્યાન આ બંને રાજ્યોમાંથી આશરે 2 લાખ કિલો જેટલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, આ કડક કાર્યવાહીના કારણે ગ્રાહકોનો ભરોસો નકલી લોકલ બ્રાન્ડસ પરથી ઉઠીને અમુલ જેવી વિશ્વસનીય અને માન્ય બ્રાન્ડેટ ઘી પર ઝડપથી વધ્યો છે. આ સિવાય અન્ય એક મહત્વનું કારણ એ પણ છે કે સમગ્ર વર્ષ દરમ્યાન થતા કુલ ઘીના વપરાશમાંથી આશરે 45 ટકા જેટલો હિસ્સો એકલા તહેવારોની સિઝનમાં જ વપરાય છે. માગમાં એકાએક માતબર વધારો થવાના કારણે ડેરીની સપ્લાય ચેઇન પર ભારે દબાણ સર્જાયુ છે, જેના પરિણામે કંપનીએ ભાવ વધારો કરવાની ફરજ પડી છે.

દિવાળી પુર્વે જ અમુલે ઝટકો આપ્યો, ઘીમાં અને બટરમાં ભાવ વધાર્યા (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા