મુખ્ય  /  સમાચાર  /  એમેઝોન ભારતમાં 1.23 લાખ કરોડનું રોકાણ કરશે

એમેઝોન ભારતમાં 1.23 લાખ કરોડનું રોકાણ કરશે

સમાચાર4 Jul 2026 · 6:00 PM 149 વ્યૂઝ

એમેઝોન ભારતમાં 1.23 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. આ રકમનો ઉપયોગ દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે કરવામાં આવશે. તેનાથી દેશમાં લગભગ 38 લાખ લોકોને રોજગારી મળશે. કંપનીના સીઈઓ એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ભારત મુલાકાત દરમિયાન મળ્યા બાદ આ જાહેરાત કરી હતી. કંપની 2030 સુધીમાં કુલ ₹8.31 લાખ કરોડનું રોકાણ કરશે ખાસ વાત એ છે કે કંપનીએ 6 મહિનાની અંદર ભારતમાં લગભગ 4.53 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું કહ્યું છે. અગાઉ ડિસેમ્બર 2025માં એમેઝોને ભારતમાં 35 અબજ ડોલર એટલે કે લગભગ 3.30 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરી હતી. આ રોકાણ 2026 થી 2030ની વચ્ચે કરવામાં આવશે. તે જ સમયે, 2010થી 2030 વચ્ચે, ભારતમાં એમેઝોનનું કુલ રોકાણ 88 બિલિયન ડોલર એટલે કે લગભગ 8.31 લાખ કરોડ રૂપિયાથી વધુ હશે.

એમેઝોન ભારતમાં 1.23 લાખ કરોડનું રોકાણ કરશે (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા