સાઉથ સિનેમાના જાણીતા અભિનેતા ધનુષે ફેન કલબને સામાજિક કલ્યાણ સંગઠનમાં રૂપાતંરિત કર્યા બાદ ચેન્નાઇ ખાતે મોટાપાયે કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાતથી તામિલનાડુના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. જોકે, રાજકારણમાં પ્રવેશની કોઇ ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ અભિનેતા વિજય થાલાપથિ રાજકારણી બનીને ચુંટણી મેદાનમાં ઉતર્યા ત્યારથી તામિલનાડુનું રાજકીય ચિત્ર નાટકીય રીતે બદલાઇ ગયું છે. જેકે, આ કાર્યક્રમ પુર્વે વિવિધ જિલ્લાઓથી આવેલી મહિલા ટીમોના સંચાલકો દ્વારા આપણા પ્રિય ભાઇ ધનુષ, આપણો નેતા જેવા નારા લખેલા મોટા બેનરો લગાવીને વાતાવરણ ગરમ કરી દેવામાં આવ્યું હતું. ધનુષે પોતાના ફેન્સ કલબનું નામ બદલીને ધનુષ નરપાણી ઇયક્કમ એટલે કે ધનુષ કલ્યાણ ચળવળ રાખ્યું છે. રવિવારે સવારના યોજાયેલા આ કાર્યક્રમમાં અભિનેતા ધનુષ ખુદ પહોંચ્યા હતા, જ્યાં 3000 લોકોની ક્ષમતા ધરાવતા હોલમાં 5000 જેટલી મહિલા સંગઠનના સંચાલકો અને સભ્યો હાજર રહ્યા હતા. જોકે, આ જિલ્લાવાર નહીં પણ વિધાનસભા મતવિસ્તાર દીઠ સંચાલકોની વિધિવત નિમણુંક કરવામાં આવી હતી, જેથી એવું સ્પષ્ટ મનાઇ રહ્યું છે કે, આવનારા દિવસો આ સંગઠન રાજકીય પક્ષમાં બદલાઇ જશે, તેવી અટકળો તેજ બની છે. બીજી તરફ, ધનુષ છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દેશના અગ્રણી નેતાઓના સંપર્કમાં છે. જે 2028 પછી તામિલનાડુના રાજકીય મેદાનમાં સક્રિયપણે ઝંપલાવશે. તામિલનાડુમાં ભૂતકાળમાં એમ.જી. રામચંદ્રન, જયલલિથા, એમ. કરૂણાનિધિ અને સી.એન. અન્નાદુરાઇ જેવા સુપરસ્ટાર અને પટકથા લેખકો પણ શાસનના સિંહાસન સુધી પહોંચ્યા છે, ત્યારે ધનુષ પણ એ માર્ગે આગળ વધી રહ્યાના અહેવાલ છે. બીજી તરફ, થાલાપથિ વિજયની પાર્ટી ટીવીકેના પ્રવક્તાએ પણ ધનુષના આ પગલાને પ્રેરણાદાયી ગણાવીને સ્વાગત કર્યુ છે, પરંતુ વિજયના નેટવર્ક સામે ધનુષ માટે રાતોરાત લોકપ્રિયતા મેળવી સરળ રહેશે નહીં.
વિજય થલાપથિની સફળતા બાદ ધનુષ પણ રાજકારણમાં ઝંપલાવશે? (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.