મુખ્ય  /  સમાચાર  /  પશ્ચિમ બંગાળમાં અદાણી જુથ 4000 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરશે

પશ્ચિમ બંગાળમાં અદાણી જુથ 4000 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરશે

ટોપ સ્ટોરીઝ24 Sep 2026 · 3:20 PM 108 વ્યૂઝ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકત્તાના ન્યુ ટાઉન સ્થિત બંગાળ સિલિકોન વેલી ટેક હબ ખાતે 2000 બેડની ક્ષમતા ધરાવતા અદાણી આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. પશ્ચિમ બંગાળના 2026ના હેલ્થકેર વિઝન સાથે સુસંગત એવા આ સંકલ્પનો અમલ અદાણી ફાઉન્ડેશન કરશે. આ પ્રકલ્પ અંતર્ગત વાર્ષિક 2 લાખથી વધુ ઇન ડોર દર્દીઓ અને 20 લાખથી વધુ આઉટ ડોર દર્દીઓને સેવા અપાશે. લગભગ 10 હજાર રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પુર્વ ભારત તથા તેની બહારના વિસ્તારો માટે વિશ્વકક્ષાનું એકેડેમિક મેડિકલ સેન્ટર અને વ્યાપક આરોગ્ય સંભાળ ઇકો સીસ્ટમ માટે રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કરાશે.

પશ્ચિમ બંગાળમાં અદાણી જુથ 4000 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા