મુખ્ય  /  સમાચાર  /  સિંધુભવન રોડ પર તાજ સ્કાયલાઇન હોટલની બાજુમાં 300 કરોડ રૂપિયામાં પ્લોટ વેચાયો

સિંધુભવન રોડ પર તાજ સ્કાયલાઇન હોટલની બાજુમાં 300 કરોડ રૂપિયામાં પ્લોટ વેચાયો

ટોપ સ્ટોરીઝ4 Aug 2026 · 1:28 PM 292 વ્યૂઝ

અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ પામી રહેલા અને અત્યંત પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ ઉપર જમીનના પ્લોટનો વધુ એક તોતીંગ સોદો થયો છે. તાજ સ્કાયલાઇન હોટલની બાજુમાં આવેલ 8200 ચોરસ વારનો પ્લોટ રૂ. 300 કરોડમાં વેચાયો હોવાનું કહેવાય છે. મેઇન રોડ સહિત બે રોડ ઉપર આસાનીથી જઇ શકાય એવો આ પ્લોટ રેસિડેન્સીયલ-2 ઝોનમાં આવેલો છે. હોટલ અંગેની રાજય સરકારની નીતિને ધ્યાનમાં રાખતા આ પ્લોટ ખરીદનાર ડેવલપર 10 લાખ ચોરસ ફુટનો બિલ્ટ એરિયા ધરાવતી હોટલ-કમ-કર્મશીયલ બિલ્ડીંગ ઉભી કરવાનું આયોજન ધરાવે છે. આ સમગ્ર પ્રોજેક્ટની કુલ કિંમત અંદાજે રૂ. 650 કરોડ જેટલી થશે એમ આ સમગ્ર ઘટનાક્રમ સાથે નજીકથી સંકળાયેલા સુત્રોએ કહ્યું હતું. શહેરના ઝેડ ગ્રુપ દ્વારા આ પ્લોટ ખરીદ્યો છે અને આ ગ્રુપ એસ.જી. હાઇવે ઉપર પકવાન ચાર રસ્તા નજીક અન્ય એક આઇકોનિક કર્મશીયલ બીલ્ડીંગ ઉભી કરવાનું પણ આયોજન ધરાવે છે. ઝેડ ગ્રુપના એક પ્રમોટર હિતેશ વાદીએ જણાવ્યું હુતં કે, તેઓ આ પ્લોટ ઉપર હોટલ-કમ-કર્મશીયલ બીલ્ડીંગ ઉભી કરવાનું વિચારી રહી છે. આ બીલ્ડીંગ 38 માળનું રહેશે, જેનું કુલ બાંધકામ ક્ષેત્રફળ અંદાજે 10 લાખ ચોરસ ફુટ છે, એટલા જ કદની આ નવી બીલ્ડીંગ ઉભી

સિંધુભવન રોડ પર તાજ સ્કાયલાઇન હોટલની બાજુમાં 300 કરોડ રૂપિયામાં પ્લોટ વેચાયો (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા