બેગ્લોર સ્થિત ઇન્ટીગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા લિ.નો આઇપીઓ આગામી 24 સપ્ટેમ્બરે ખૂલશે, જે 28મી સપ્ટેમ્બરે બંધ થશે. જ્યારે એન્કર ઇન્વેસ્ટર બીડીંગ 23 સપ્ટેમ્બરે થશે. કંપની ફ્રેશ ઇશ્યૂથી રૂ. 355 કરોડ ભેગા કરશે. આ ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 385થી 405 નિર્ધારિત કરી છે. કંપની રૂ. 10ની કિંમતના ઇક્વિટી શેર્સના લઘુત્તમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકાશે. પીએલ કેપિટલ અને ખંભાતા સિક્યુરિટીઝ બુક રનીંગ લીડ મેનેજર્સ તેમજ બીગશેર સર્વિસીસ પ્રા. લિ. ઓફરના રજિસ્ટ્રાર છે. એએસઆઇએલ એક બેકવર્ડ ઇન્ટીગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક છે, જેમાં લોંગ અને ફલેટ સ્ટીલ પ્રોડકટસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટસનો સમાવેશ થાય છે. કંપની અને તેની પેટા કંપનીઓ કર્ણાટકા અને આંધ્રપ્રદેશમાં છ મેન્યુફેકચરીંગ યુનિટનું સંચાલન કરે છે. જેની કુલ સ્થાપિત ક્ષમતા 1733100 એમટીપીએ છે.
એ-વન સ્ટીલ ઇન્ડિયાનો આઇપીઓ 24 સપ્ટેમ્બરે ખૂલશે (આઇપીઓ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.