પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુનોમાં 80 જેટલા દેશોએ હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અસરથી ખોલવાની માગ કરવામાં આવી છે. બહેરીનના નેતૃત્વ હેઠળ આ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અસરથી ખોલવાની માગ કરી છે. તેઓએ જહાજોના સુરક્ષિત, અવરોધ વિના પસાર થવાની અપીલ કરી છે અને ચેતવણી પણ આપી છે કે દરિયાઇ વેપારના માર્ગોમાં વિક્ષેપથી વૈશ્વિક વેપાર, ખાદ્ય ચીજો અને ઉર્જા સુરક્ષા પર ગંભીર અસરો પાડી શકે છે. બહેરીનના વિદેશ પ્રધાન અબ્દુલ લતીફ અલ ઝયાનીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 81માં સત્ર દરમ્યાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે આયોજિત મીડિયા બ્રીફિંગ દરમ્યાન આ અપીલ કરતા કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ શક્ય તેટલી વહેલી તકે સંપુર્ણપણે ફરીથી ખોલવું જોઇએ. તેમણે માર્ચમાં પસાર થયેલા યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 2817ના સુપર્ણ અમલીકરણ માટે પણ હાકલ કરી હતી. જેમાં ગલ્ફ દેશો અને જોર્ડન પર ઇરાનના હુમલાઓની નિંદા કરવામાં આવી હતી. હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય શીપીંગને અવરોધતી અને ધમકીઓની પણ નિંદા કરવામાં આવી હતી. 80 દેશોએ સુંયક્ત નિવેદનમાં કહ્યું હતું કે, જહાજો પર કોઇ ટ્રાન્ઝિટ ફી, શરતો કે ગેરકાયદેસર બોજો લાદવામાં ન આવે. દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને સમુદ્રના કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન અનુસાર નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આનાથી વૈશ્વિક વેપારમાં વધુ વિક્ષેપો અટકશે.
યુનોમાં 80 દેશોની માગ, હોર્મુઝ તાત્કાલિક ખોલો (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.