દુબઇ ખાતે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, જેમાં ટૂંક સમયમાં જ પ્રવાસીઓ અને સ્થાનિક રહીશો માટે 24-Carat સોના પર ચાલવાનો અદ્ભુત અનુભવ મેળવી શકશે. દુબઇ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2026 ના અંત પહેલા એટલે કે આગામી 2 મહિનાની અંદર 24-Carat ગોલ્ડ વોકવે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી છે. 'ગલ્ફ ન્યૂઝ' અહેવાલ મુજબ, આ વોકવે વિશ્વનો સૌપ્રથમ અને સૌથી લાંબો સુવર્ણ માર્ગ હશે. દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના કમર્શિયલ સીનિયર ડિરેક્ટર રાશિદ અલ હરમૂદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ટુરિઝમનો એક નવો અનુભવ મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને જ્વેલરી ટ્રેડિંગ હબ તરીકે દુબઈનું સ્થાન વધુ મજબૂત બનશે. દુબઇ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં સુવર્ણ અને રત્નોના વેપારમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2026ની શરૂઆતથી જ હોલસેલ ગોલ્ડ ટ્રેડિંગ ઓફિસોની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત સોનું, દાગીના, કિંમતી રત્નો અને લક્ઝરી ઘડિયાળો વેચતી નવી દુકાનોની સંખ્યામાં પણ 15 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.
દુબઇમાં 24 કેરેટ ગોલ્ડ વોકવે ખુલ્લો મુકાશે (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.