મુખ્ય  /  સમાચાર  /  સરકારે આયાત ડયુટી વધારતા સોનાની દાણચારીમાં 1500 ટકાનો ઉછાળો

સરકારે આયાત ડયુટી વધારતા સોનાની દાણચારીમાં 1500 ટકાનો ઉછાળો

ટોપ સ્ટોરીઝ4 Nov 2026 · 7:42 PM 39 વ્યૂઝ

ભારત વિશ્વમાં સોનાન બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. જોકે, દેશમાં સોનાનું ઉત્પાદન ઓછું છે અને મોટા ભાગે આયાત કરવી પડે છે, જે મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. ગત વર્, ભારતે 640 ટન સોનુ આયાત કર્યુ હતું. જેની કિંમત વિક્રમી 72.4 અબજ ડોલર હતી. ક્રુડ ઓઇલ પછી બીજા ક્રમે આયાતમાં સોનુ છે. જેથી વિદેશી ચલણનો વપરાશ કરે છે. તેની આયાતને નિરૂત્સાહ કરવા માટે સરકારે 13મી મેથી સોના પરની આયાત ડયુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી, પરંતુ આ નિર્ણયથી સોનાની દાણચોરીમાં વધારો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતમાં સોનાની દાણચોરી વર્ષના ત્રીજા કવાર્ટરમાં 2023 પછીના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગઇ છે. જુલાઇ અને સપ્ટેમ્બર વચ્ચે દાણચારી કરેલું સોનુ દેશમાં પ્રવેસ્યું, જે 1500 ટકા વધીને 50 ટન થઇ ગયું છે. જે એક વર્ષ અગાઉ આંકડો ફક્ટ 3 ટન હતો. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, દાણચોરી કેવી રીતે પકડાઇ તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. સોના પર ટેક્સ વધવાથી દાણચોરીની ઘટનાઓમાં વધારો થયો છે કારણ કે આ દાણચોરોના માર્જિનમાં વધારો કરે છે. ઓકટોબરમાં સોનાનો ભાવ 6.8 ટકા ઘટ્યો હતો. જે 4000 ડોલરની નીચે આવી ગયા હતા.

સરકારે આયાત ડયુટી વધારતા સોનાની દાણચારીમાં 1500 ટકાનો ઉછાળો (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા