મુખ્ય  /  સમાચાર  /  બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે 86 વાહનોની ટક્કર, 12 લોકોનાં મોત

બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે 86 વાહનોની ટક્કર, 12 લોકોનાં મોત

Top Stories11 Nov 2026 · 8:57 AM 19 વ્યૂઝ

બલ્ગેરિયામાં મંગળવારે ગાઢ ધુમ્મસને કારણે મોટો માર્ગ અકસ્માત થયો. રાજધાની સોફિયાને બર્ગાસ સાથે જોડતા હાઇવે પર 86 વાહનો એકબીજા સાથે અથડાયા. અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. હાઇવેને બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રથમ અકસ્માત હાઈવેની પૂર્વ દિશામાં જતી લેનમાં થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરોને આગળ જઈ રહેલા વાહનો દેખાયા નહોતા અને અનેક વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા.પ્રથમ અકસ્માતના થોડા સમય બાદ રાજધાની સોફિયા તરફ જતી હાઈવેની બીજી લેનમાં પણ વાહનો અથડાયા.આ ઉપરાંત, બીજી તરફ થયેલા અકસ્માતને જોવા જતા કેટલાક ડ્રાઈવરોનું ધ્યાન રસ્તા પરથી હટતા અકસ્માતનો ભોગ બન્યા. અકસ્માત બાદ ઘણા લોકો વાહનોમાં ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે બચાવ ટીમોએ રસ્તાની બાજુએ લગાવેલા બેરિયરના કેટલાક ભાગો કાપવા પડ્યા. ધુમ્મસને કારણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલિકોપ્ટર પણ બોલાવી શકાયા નહોતા. અકસ્માતને કારણે બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ ઇલિયાના યોતોવાએ પોતાની વિદેશ યાત્રા અધવચ્ચે છોડી બલ્ગેરિયા પરત ફરવાનો નિર્ણય કર્યો.વડાપ્રધાન રૂમેન રાદેવે યુરોપિયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથેની મુલાકાત રદ કરીને ઘટનાસ્થળ માટે રવાના થયા હતાં .

બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે 86 વાહનોની ટક્કર, 12 લોકોનાં મોત (Top Stories) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા